યુવતીએ સામુ જોવા મામલે માથાકૂટ કરી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા: યુવતીએ કહ્યું, સોશિયલ મીડિયા પર મારું નેટવર્ક જોયું છે, તમારી પથારી ફેરવી નાખીશ: ગુનો નોંધાયો
રાજકોટ શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલા રિલાયન્સ મોલના બીજા માળે ફુડઝોનમા તેમજ પાર્કિંગ એરીયામા કટારીયા ચોકડી પાછળ આવેલા પંડીત દિનદયાલ હાઉસીંગ કવાટરમા રહેતા પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અને છરી બતાવી બે ભાઇ પર હુમલો કરવામા આવ્યો હતો. આ ઘટનામા એક યુવતી સહીત પાંચ વ્યકિત સામે મારામારી, ધમકી અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે. આ ઘટનામા માલવીયાનગર પોલીસે આરોપીઓને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ પંડીત દિનદયાલ હાઉસીંગ બોર્ડના કવાટરમા રહેતા પ્રદીપ લાલજીભાઇ દાફડા નામના રપ વર્ષનો યુવાનની ફરીયાદ પરથી કોમલ ગોસાઇ, હર્ષ, જીશાંત અને બે અજાણી યુવતીઓ સામે મારામારી, ધમકી અને એટ્રોસીટી એકટ હેઠળ માલવીયાનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આદરી છે. પ્રદીપે ફરીયાદમા જણાવ્યુ હતુ કે ગઇ તા 19-12 ના રોજ તેમના ભાણેજ ભત્રીજા અને મામાના દિકરા જતીન પરમાર સાથે તેઓ દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલા રીલાયન્સ મોલમા બીજા માળે ફુડઝોન આવેલુ છે ત્યા તેઓ ગયા હતા. ત્યારે તેમના ટેબલની સામેની બાજુ બેઠેલી કોમલે પ્રદીપના મિત્રોને કહયુ કે તુ મારી સામે જોયા કેમ કરે છે. જો કે કોઇએ તેમની સામે જોયુ પણ ન હતુ. આમ કોમલ તેમજ તેમની સાથે રહેલા હર્ષને પ્રદિપના મિત્ર રાજ અને જયને મનફાવે તેમ ગાળો આપી હતી.
આ ઘટના બાદ તેઓને સમજાવ્યુ કે અહી લેડીઝ છે ગેરવર્તન ન કરો. આમ છતા પણ તેઓએ બોલવાનુ ચાલુ રાખ્યુ હતુ. તેમજ ઝઘડો શાંત કરવા માટે જય અને રાજએ ત્યાથી જતા રહેવાનુ કહયુ હતુ. ત્યારબાદ ફરીવાર કોમલ તેમજ હર્ષ પ્રદિપના ટેબલ પાસે આવ્યા હતા અને પુછયુ કે તમે કેવા છો, કયા રહો છો. જેથી પ્રદિપ કહયુ કે અમે દલિત છીએ. જેથી આરોપીઓએ ઉશ્કેરાઇને ફરીયાદી પ્રદિપને જ્ઞાતિપ્રત્યે અપમાનીત કર્યો હતો અને કહયુ કે તમારી શું ઓકાત મારા સોશ્યલ મીડીયાનુ નેટવર્ક જોયુ છે. તમારી પથારી ફેરવી નાખીશ અને તમને જાનથી મારી નાખીશુ. જેથી થોડીવારમા સિકયુરીટી ગાર્ડ આવી જતા ત્યાથી બધા અલગ પડી ગયા હતા. ત્યારબાદ પાર્કિંગમા પ્રદિપ પોતાની ગાડી લેવા ગયો ત્યારે આરોપીઓએ ફરી ઝઘડો કરી તુ શું હોશિયારી કરતો હતો અને તે જેમને ભગાડી દીધો છે તેને ફરી બોલાવ.
તેને મેથીપાક આપવો છે. તેમ કહી માથાકુટ કરી હતી અને આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને હર્ષ નામના શખ્સે પોતાના પાસે રહેલી છરી કાઢી અને આ છરી તમારી સગી નહી થાય તેમજ પ્રદિપને બચાવવા પડેલા જતીનને પણ માથામા, આંખના ભાગે અને શરીરે ઢીકા પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ કંટ્રોલ રૂમમા 100 નંબર પર ફોન કરતા પોલીસે બધાને પોલીસ મથકે લઇ ગઇ હતી. આ મામલે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ આર. આર. કોઠીયા અને સ્ટાફે ફરીયાદ નોંધી હતી. તેમજ આગળની તપાસ એસીપી જે. વી. પટેલ કરી રહયા છે.
