માતાજીના આખ્યાનમાં જતાં બે મિત્રોના બાઇક સાથે ગાય અથડાતાં એકનું મોત

અન્ય એકને ઇજા, રાત્રે મઘરવાડા નજીક નડેલો અકસ્માત ગાય આડી આવવાને કારણે વધુ એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવાથી મઘરવાડા જવાના…

અન્ય એકને ઇજા, રાત્રે મઘરવાડા નજીક નડેલો અકસ્માત

ગાય આડી આવવાને કારણે વધુ એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવાથી મઘરવાડા જવાના રસ્તા પર રાતે દસેક વાગ્યે અચાનક રસ્તા પર ગાય આવી જતાં તેની સાથે બાઇક અથડાતાં બાઇકચાલક રાજકોટ ગંજીવાડામાં રહેતો યુવાન અને પાછળ બેઠેલો તેનો મિત્ર ફંગોળાઇ ગયા હતાં.

જેમાં 24 વર્ષના બાઇકચાલક યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું હતું. તે માતાજીના આખ્યાનમાં જઇ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. જાણવા મળ્યા મુજબ ભાવનગર રોડ પર ગંજીવાડા શેરી નં. 36 શક્તિ ચોકમાં રહેતો મુકેશ ભૂપતભાઇ પરમાર (ઉ.વ.23) રાતે તેના મિત્ર રોહીતનું હોન્ડા જીજે03એનએસ-7655 લઇને પાછળ તેના મિત્ર રોહિતને બેસાડીને મઘરવાડા માતાજીના આખ્યાનમાં જવા નીકળ્યો હતો. મુકેશની પહેલા તેનો મોટો ભાઇ મહેશભાઇ અને મિત્રો મઘરાવાડાની ગરબીમાં મેલડી માતાના આખ્યાન માટે પહોંચી ગયા હતાં. મુકેશ મોડેથી મિત્ર સાથે રવાના થયો હતો.

દરમિયાન બંને આ બનાવમાં કુવાડવાથી મઘરવાડાના રોડ પર જતાં હતાં ત્યારે અચાનક ગાય આડી આવતાં તેની સાથે બાઇક અથડાતાં મુકેશ અને મિત્ર રોહિત બંને રોડ પર ફેંકાઇ ગયા હતાં. જેમાં બંનેને ઇજાઓ થઇ હતી. ગંભીર ઇજાગ્રસ્ત મુકેશને તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

તે બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને પ્રાઇવેટ નોકરી કરતો હતો. તેના પિતા ભૂપતભાઇ મંગાભાઇ પરમાર (ઉ.વ.54) પણ મજુરી કરે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ એમ. એમ. આજગ્યાએ ભૂપતભાઇની ફરિયાદ પરથી મૃતક પુત્ર મુકેશ પરમાર વિરૂૂધ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી. યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

પોલીસે શહેરના ભાવનગર રોડ ગંજીવાડા-36માં શક્તિ ચોકમાં રહેતાં ભુપતભાઇ મંગાભાઇ પરમાર (ઉ.વ.54)ની ફરિયાદ પરથી મૃતક મુકેશભાઇ ભુપતભાઇ પરમાર વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *