હીરોઇનનો રોલ આપવાની લાલચ આપી પ્રોડ્યુુસરે સગીરા પર દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ

એક વખત નરાધમે પ્રેક્ટિશ સમયે સગીરાને બાથમાં ભીડી કીસ કરી લીધી હતી ઓફિસ અને ફ્લેટ આરોપી સગીરાને ઘેની વસ્તુ ખવડાવી અર્ધબેભાન કરી દુષ્કર્મ ગુજારતો હતો,…

એક વખત નરાધમે પ્રેક્ટિશ સમયે સગીરાને બાથમાં ભીડી કીસ કરી લીધી હતી

ઓફિસ અને ફ્લેટ આરોપી સગીરાને ઘેની વસ્તુ ખવડાવી અર્ધબેભાન કરી દુષ્કર્મ ગુજારતો હતો, આરોપીની ધરપકડ કરી

રાજકોટમાં માત્ર 16 વર્ષની તરૂૂણીને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપી રાજકોટના ફિલ્મ પ્રોડયુસર કમ ડાયરેકટર કમ એકટર જયેશ હંસરાજભાઈ ઠાકોર (ઉ.વ. 32, રહે. માધવ બંગલો, રેલનગર) એ અવાર-નવાર દૂષ્કર્મ ગુજાર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ઓફિસમાં આરોપી સાથે મુલાકાત થતાં કહ્યું કે થોડા દિવસ પછી ઓડિશન માટે બોલાવીશ. આ પછી તેની માતાનો મોબાઈલ નંબર લીધો હતો. જેના પર કોલ કરી ઓડિશન માટે બોલાવતાં માતા સાથે ગઈ હતી.

ઓડિશન બાદ આરોપીએ કહ્યું કે તમારે થોડા ડાયલોગની પ્રેકટીસની જરૂૂર છે, જેથી તમારે કલાસીસમાં પ્રેકટીસ કરવા આવવું પડશે, દોઢ મહિના પછી મારા મુવીનું શુટીંગ છે, જો તમને એકટીંગ સરખી આવડી જશે તો મુવીમાં હિરોઈનનો રોલ આપીશ. આ વાતચીત બાદ આરોપીની ઓફિસમાં પ્રેકટીસ માટે જતી હતી. એક દિવસ આરોપીએ તેને બાથમાં ભીડી કિસ પણ કરી હતી. જેથી તેણે પ્રેકટીસમાં જવાની ના પાડતાં આરોપીએ તેની માતાને કોલ કરી કહ્યું કે હમણાં મુવીનું શુટીંગ કરવાનું છે, એટલે તમારી દીકરીને પ્રેકટીસમાં મોકલો. જેથી માતાના કહેવાથી ફરીથી પ્રેકટીસમાં જવા લાગી હતી.

આરોપીએ એક મુવી બનાવી તેને રોલ આપ્યો હતો. શુટીંગ દરમિયાન બીજી યુવતી પણ આવતી હતી. ફિલ્મનું શુટીંગ રાજકોટમાં દોઢ મહિના ચાલ્યું હતું. શુટીંગ પુરૂૂ થઈ ગયા બાદ આરોપી તેને ઈવેન્ટના બહાને ઓફિસે બોલાવી, હિરોઈન બનાવવાની લાલચ આપી, અવાર-નવાર શરીર સંબંધ બાંધતો હતો. ઘણી વખત ખાણીપીણીની વસ્તુ ખવડાવતો હતો. જેને કારણે અર્ધબેભાન જેવી બની ગયા બાદ શરીર સંબંધ બાંધતો હતો. આરોપી તેને પાટીદાર ચોક પાસે આવેલા ફલેટમાં પણ કોઈ વસ્તુ ખવડાવી અર્ધબેભાન કરી શરીર સંબંધ બાંધતો હતો.

દોઢ વર્ષના સમયગાળા દરમિયાન ઓફિસ અને ફલેટમાં અર્ધબેભાન કરી અંદાજીત 20 વખત અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.આઠેક માસ પહેલાં કિયા કારમાં રેલનગરમાં આવેલા તેના મકાને લઈ જઈ નાળિયેર પાણી પીવડાવ્યું હતું. જે બાદ અર્ધબેભાન થઈ જતાં શરીર સંબંધ બાંધ્યો હતો. જે છેલ્લી વખત હતો. આ વાત તેણે તેની સાથે કામ કરતી યુવતીને પણ જણાવી હતી. આરોપી અવાર-નવાર ફોન કરી તેની ઓફિસે બોલાવતો હતો.

ઉલ્લેખનીય છે કે, પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી તેનું મેડિકલ ચેકઅપ કરાવવા તેમજ અન્ય કોઈ સાથે આ મુજબ લાલચ આપી દુષ્કૃત્ય આચર્યું છે કે કેમ સહિતની દિશામાં તપાસ અર્થે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે અને જો કોઈ લોકો આ મુજબ ભોગ બન્યા હોય તો પોલીસને સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.

બાવળિયા-પરસોત્તમ સોલંકી જેવા નેતાઓને જાહેરમાં પડકાર ફેંકતો હતો
સગીરાને હિરોઇન બનાવવાની લાલચ આપી તેના પર દુષ્કર્મ આચરનાર જયેશ ઠાકોર પોતાને ગુજરાત કોળી ઠાકોર સેનાનો પ્રમુખ તરીકે ઓળખાવતો હતો, તેણે રાજકોટના રેલનગરમાં ગણેશોત્સવનું પણ આયોજન કર્યું હતુ છેલ્લા કેટલાક સમયથી જયેશ ઠાકોર કોળી સમાજના કુંવરજીભાઇ બાવળીયા અને પરસોતમ સોલંકી જેવા મોટા નેતાઓને પણ જાહેરમા પડકારતો હતો અને ચૂંટણી લડવા પ્લાનિંગ કરતો હોવાની પણ ચર્ચા છે.

જયેશ બાદશાહ રાજકોટ ફિલ્મ સિટી નામે સ્ટુડિયો પણ ચલાવે છે
આરોપી જયેશ ઠાકોર રાજકોટ સાધુવાસવાણી રોડ પર બાદશાહ રાજકોટ ફિલ્મ સીટી જયેશ ઠાકોર નામે સ્ટુડિયો પણ ચલાવે છે.પકડાયેલા આરોપી જયેશ ઠાકોર રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે અને પોતે અત્યાર સુધી 14 જેટલી ફિલ્મોમાં લીડ રોલમાં કામ કરી ચુક્યો હોવાનો દાવો ખુદ આરોપી દ્વારા કરવામાં આવી રહ્યો છે. જયારે પોલીસે આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરતા આરોપી વિરુદ્ધ અગાઉ રાજકોટમાં યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં જ વર્ષ 2016માં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *