ગોંડલ રોડ શક્તિનગરમાં રહેતા ધૂપતબા મહાવીરસિંહ ઝાલા(ઉ.વ.60)એ તેમના પિતાની જમીનમાં વારસાઈ હક માંગતા ભત્રીજા દેવેન્દ્રસિંહ અશોકસિંહ જાડેજા,અનિરુદ્ધસિંહ રસિકસિંહ જાડેજા અને શક્તિસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ ઘર પાસે આવી માથાકૂટ કરી અને ધમકીઓ આપીને સ્કૂટરમાં તોડફોડ કરી નુકશાની કરી હતી.આ સમયે ત્યાં પોલીસ બોલાવતા આરોપીઓ ભાગી ગયા હતા.
ધ્રુપદબાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારુ પીયર વાડોદર ગામ તા.ધોરાજી જી.રાજકોટ ખાતે છે. પીતાજીની 31 વીધા જમીન અમારા ગામ વાડોદર ગામ મા આવેલ છે તેમા અમો બધા ભાઇ બહેન ના નામ હતા.બાદ આજ થી પાંચ વર્ષ પહેલા મારા બહેન ઇન્દ્રાબા તથા ગજરાબા એ હકક જતો કરેલ છે આથી હાલમાં જમીન ના ગામ ના નમુના 7/12 મા તેમના નામ નથી અને જે મારા ભાઇ પૂથ્વીરાજસિહ તથા રસિકસિહ તથા ઘનશ્યામસિંહ તથા દીલીપસિહ તથા અશોકસિહ મરણ ગયેલ છે.આથી તેમના પત્નિ ના નામ 7/12 મા ચાલુ છે જેમા દીલીપસિહ તથા ઘનશ્યામસિંહ તથા પુથ્વિસિહ તથા જયદેવસિંહ ના ભાગ મા જે જમીન આવેલ છે તેમા મારા ભાગ મા 3 વીઘા જમીન આવતી હોય તે મને તેઓ એ આપવાની હા પાડેલ છે.રસિકસિહ તથા અશોકસિંહ નામે જે જમીન છે.
તેમા મારો ભાગ નીકળે છે અને રસિકસિંહ તથા અશોકસિહ બંન્ને મરણ ગયેલ છે અને હાલ રાજકોટ ખાતે રહેતા અશોકસિંહ ના દીકરા દેવેન્દ્રસિંહ તથા રસિકસિંહના દીકરા અનિરુધ્ધસિંહ નામે છે તે અમો ને જમીન મા ભાગ આપવાની ના પાડે છે.આથી અમો એ ધોરાજી મામલતદાર કચેરી મા વાધા અરજી કરેલ છે. અમોને કહેલ કે બહાર નીકળો તમારે જમીન મા ભાગ જોય છે આમ કહી મને તથા મારા દીકરા રણજીતસિંહને ગાળો દેવા લાગેલા અને અનિરુધ્ધસિહ બોલેલ કે મારી જમીન મા જો પગ મુક્યો તો ટાટીયા ભાગી નાખીશ બહાર નીકળો આજે ફાકા પાડી દેવા છે જાનથી મારી નાખવા છે આમ મારી નાખવાની ધમકી આપેલ અને અમારા ઘરની સોસાયટીના ગેટ ની બહાર અમારુ એક્સેસ પડેલ હતુ.તેમા આ દેવેંદ્રસિંહે જમીન મા ભડકાડેલ હતુ અને પાંચ હજારનુ નુકશાન કરેલ અને આ સમયે મારા ભાઈ પુથ્વીસિંહનો દીકરો દીગ્વીજયસિંહ પણ આવી ગયો હતો અને મારા દીકરાએ પોલીસની ગાડી બોલાવેલ જેથી તેઓ જતા રહ્યા હતા.
