રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર બગોદરા પાસેથી પોલીસે સંતરા ભરેલ પ્લાસ્ટીકના કેરેટ નીચે છુપાવી લઇ હરિયાણાથી સૌરાષ્ટ્ર આવતા રૂૂ.48.14 લાખનો દારૂૂ ભરેલ ટ્રક ઝડપી લઇ રૂૂ.58.40 લાખનો મુદ્દામાલ કબજે કરી હિમાચલ પ્રદેશના બે શખ્સોની ધરપકડ કરી સૌરાષ્ટ્રના બુટલેગર સહીત ત્રણના નામ ખોલ્યા છે.
મળતી વિગતો મુજબ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર બગોદરા નજીક પોલીસે વોચ ગોઠવી ટોલટેક્ષ પાસે અમદાવાદ તરફથી આવતી આઇશર ટ્રક નંબર એચપી-67-3847ને ઉભી રખાવી ચેક કરતા તેમાં સંતરા ભરેલ પ્લાસ્ટીકના કેરેટ હોય જે મુદ્દામાલની બીલ્ટી માંગતા પોતાની પાસે ન હોવાનુ જણાવતા શંકા જતા ટ્રક ચેક કરતા સંતરા ભરેલ પ્લાસ્ટીકના કેરેટોની વચ્ચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની 295 નંગ પેટીઓ જેમાં ભરેલ 180 મીલીની પ્લાસ્ટીકની બોટલો 14160 કૂલ કિ.રૂૂા.48,14,400 મળી આવી હતી. પોલીસે આઇશર ટ્રક સહીત કુલ કિ.રૂૂા.58,40,400 ના મુદ્દામાલ સાથે હીમાચલપ્રદેશના હમીરપુરના સમલોગના વતની અને હાલ ચંદીગઢ સેક્ટર 26 અને પ્લોટ નં.26માં રહેતા રણબીરસિંહ રણજીતસિંહ અને હીમાચલ પ્રદેશના બીલાસપુરના જામલી ગામના શેરસિંહ રતનલાલની ધરપકડ કરી હતી.
બન્નેની પુછપરછમાં દારૂૂનો જથ્થો મોકલનાર હરીયાણાના મનીષ ઉત્તમચંદ શર્મા તેમજ દારૂૂ મંગાવનારનું નામ ખોલી વધુ તપાસ શરૂૂ કરી છે. અમદાવાદના રેંજ આઈજી વિધી ચૌધરી સાથે જીલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ,ડીવાયએસપી આસ્થા રાણાના માર્ગદર્શન હેઠળ પી.આઈ યુ.બી. જોગરાણા, પીએસઆઈ આર.એસ.રબારી, એ.એસ.આઇ. રમણભાઇ સુરમાભાઇ, દીપાભાઇ ગાંડાભાઇ, અજીતસિંહ દાનુભા, મહેશભાઇ બોધાભાઇ, પ્રકાશભાઇ ઉદેસંગભાઇ, જયદીપસિંહ ભુપતસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
