બે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે વીડિયો બનાવી ફિનાઈલ પીધું

બંન્ને યુવતીએ એક વીડિયો અપલોડ કર્યો બાદ તેમાં કહ્યું હતું કે, મુંબઈના લોકો મોજમાં રહે છે અને ગુજરાતના લોકો પંચાતિયા છે જે બાબતે અન્ય યુવતીએ…

બંન્ને યુવતીએ એક વીડિયો અપલોડ કર્યો બાદ તેમાં કહ્યું હતું કે, મુંબઈના લોકો મોજમાં રહે છે અને ગુજરાતના લોકો પંચાતિયા છે જે બાબતે અન્ય યુવતીએ તમે પાકિસ્તાની છો કહી વિવાદ શરૂ કર્યો હતો

રાજકોટ અને મોરબી રહેતી બે સોશ્યલ મીડીયા ઈન્ફલુએન્સર દંપતિ સહિત ચાર લોકોએ બ્લેકમેઈલીંગ કરી ધાક-ધમકી આપતા હોવાથી કંટાળી જઈ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા બન્ને ઈન્ફયુએન્શરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.અને બનાવના પગલે પોલીસે દોડી જઈ બન્નેના નિવેદન પરથી ચારેય સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

મોરબીના વાવડી રોડ પર રહેતા અનિશાબેન શાહમદાર ઉ.36 તથા પ્રિયાબેન મેહુલભાઈ ચૌહાણ ઉ.33 બન્ને સોશ્યલ મીડીયા ઈન્ફલુએન્સર હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે અમો 3 દિવસ પૂર્વે મુંબઈ ગયા હતા. જયાં મોજ મસ્તીમાં એક વિડીયો બનાવી સોશ્યલ મીડીયામાં પોસ્ટ કરેલ હોય જે વિડીયોને લઈ આ વિવાદ શરૂૂ થયો હતો.આ સમગ્ર મામલે અનિશાબેને જણાવ્યું હતું કે વિડીયોમાં મારાથી ભૂલમાં કોઈ શબ્દ બોલાઈ ગયો હશે જે હાલ યાદ નથી તે શબ્દ સોનું ઉર્ફે દિદુએ પકડી રાખી કહ્યું કે તમે પાકિસ્તાની છો કહી ગેર શબ્દો બોલી હતી.બાદ તેણે મને ફોન કરી કહ્યું કે તમને ખબર છે તમે વિવાદમાં આવ્યા છો.તમે ગુજરાતનું ખરાબ બોલ્યા છો જેથી આ મામલે બોલાચાલી થઈ હોવાથી વિડીયો ડિલીટ કરી નાખ્યો હોય છતાં તે મુંબઈ હતી ત્યારે પણ દિદુ વોટ્સએપમાં વોઈસ કોલ મોકલી લાઈવમાં આવવા દબાણ કરી કહેતી કે જો નહીં આવો તો મજા નહીં આવે કહી લાઈવમાં પણ ગેર શબ્દો બોલતી હતી.

તેમજ સુરતની અંકિતા પટેલ લાઈવમાં ફોન રાખી બધાને વાતો સંભળાવતી હતી.કે સોનું અમારી સામે ન આવી જોઈ બાકી ઉપાડી લેશું કહી છેલ્લા પાંચેક દિવસથી માનસિક ટોર્ચર કરી ત્રાસ આપતી હતી.જયારે પ્રિયાબેને જણાવ્યું કે તે ચારમાંથી કોઈને ઓળખતા ન હોય અને અનિશા મારી બહેનપણી હોવાથી આ ચારેય લોકોને પસંદ ન હોવાથી મને પણ ટારર્ગેટ કરી મારા વિશે ગેરશબ્દો સોશ્યલ મીડીયામાં બોલે છે. તેમજ અમે સાથે મુંબઈ ગયા હોય જેથી તકલીફ પડી હોવાથી ધમકી આપતા હોય જેથી અમે કંટાળી ગઈકાલ સાંજે રેસકોર્ષ બગીચા પાસે જઈ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ કે.કે.ચાવડા સહિતના સ્ટાફે બન્ને ઈન્ફલુએન્સરોના નિવેદન પરથી દંપતિ સહિત ચાર સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

સત્યતા તપાસ્યા બાદ કાયદા મુજબ ગુનો નોંધાશે:ડીસીપી રાકેશ દેસાઈ
આ મામલામાં ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઇએ જણાવ્યું હતું કે, ફિનાઇલ પીવાથી કોઈનું મૃત્યુ થયાના કિસ્સા તાજેતરમાં બન્યા નથી, પરંતુ તેમનામાં શારીરિક નુકસાની પહોંચે છે, આવા કિસ્સામાં આવા પગલાં ભરનાર પાસે પોલીસ પહોંચે છે અને તેમણે ક્યાં કારણોસર આવું પગલું ભર્યું તેનું વિસ્તૃત નિવેદન નોંધે છે અને તેઓ કોઇના સામે આક્ષેપ કરતાં હોય તો તેની સત્યતા ચકાસી કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. આવા કિસ્સામાં પોલીસની પ્રાથમિકતા એ હોય છે કે, પગલું ભરનારનો રોષ કે તેમને થયેલું દુ:ખ હળવું કરવું અને કાયદા મુજબ તેમને ન્યાય અપાવવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *