અમરેલી કાંડમાં અંતે નિર્લિપ્ત રાયને તપાસ સોંપાઈ, સુરતમાં ધરણાં પહેલાં ધાનાણીની અટકાયત

અમરેલીમાં ભાજપની આંતરીક લડાઈમાં પોલીસના અત્યાચારનો ભોગ બનેલી યુવતિને ન્યાય અપાવવાની લડતના પડઘા સુરતમાં પણ પડ્યા છે અને આજે કોંગ્રેસના પરેશ ધાનાણી તથા પ્રતાપ દુધાત…

અમરેલીમાં ભાજપની આંતરીક લડાઈમાં પોલીસના અત્યાચારનો ભોગ બનેલી યુવતિને ન્યાય અપાવવાની લડતના પડઘા સુરતમાં પણ પડ્યા છે અને આજે કોંગ્રેસના પરેશ ધાનાણી તથા પ્રતાપ દુધાત સહિતના નેતાઓ અગાઉથી જાહેર કરેલા કાર્યક્રમ મુજબ વરાછા ખાતે માનગઢ ચોકમાં ધરણા કરવા પહોંચે તે પહેલા પોલીસે તેઓની અટકાયત કરી લેતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. કોંગ્રેસના નેતાઓ અમરેલી પહોંચતા જ પોલીસે તેમને ઉપાડી લીધા હતાં. અને સીધા જ પોલીસ સ્ટેશને બેસાડી દીધા હતાં.

આ ધરણા માટે કોંગ્રેસ દ્વારા પોલીસ પાસે મંજુરી પણ માંગવામાં આવી હતી. પરંતુ પોલીસે ટ્રાફિકનું બહાનું આગળ ધરીને મંજુરી નહીં આપવા છતાં કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો હતો. જો કે, કોંગ્રેસના નેતાઓ ધરમાસ્થળે પહોંચે તે પહેલા પોલીસે રસ્તામાંથી જ તેમની અટકાયત કરી લેતા વરાછા વિસ્તારમાં રોષની લાગણી ફેલાયેલ છે.

બીજી તરફ અમરેલીની ઘટનાના પગલે ગુજરાતભરમાં ફેલાઈ રહેલા રોષના કારણે ઘટનાના 15 દિવસ બાદ સરકાર જાગી છે અને આજે આ સમગ્ર ઘટનાની તપાસ સ્ટેટમોનીટરીંગ સેલનાવડા નિર્લિપ્તરાયને સોંપવામાં આવી છે. નિર્લિપ્તરાયનો સંપર્ક કરતા તેમણે ગુજરા મિરરને જણાવ્યું હતું કે, આજેજ મને તપાસ કરવા સરકારનો હુકમ મળ્યો છે આ ઘટનામાં તટસ્થતા પૂર્વક તપાસ કરવામાં આવશે અને કોઈપણ જવાબદારને છોડવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ઉગ્ર આંદોલન કરતા રાજ્યસરકારની ઉંઘ 12 દિવસ બાદ ઉડી છે અને ગઈકાલે મોડી સાંજે આ પ્રકરણમાં સંડોવાયેલા નાના ત્રણ પોલીસ કર્મચારીઓને એસ.પી. દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં જો કે, મોટા અધિકારીઓ સામે હજુ સુધી કોઈ પગલા ભરાયા નથી બીજી તરફ આ સમગ્ર કાંડમાં જેની સામે આંગળી ચીંધાઈ રહી છે તેવા ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા આ કાંડ બન્યો ત્યારથી મીડિયા સમક્ષ આવવાના બદલે ભુગર્ભમાં ઉતરી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *