મનપાની ફૂડ શાખાનું 44 પેઢીમાં સઘન ચેકિંગ, 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 3ને નોટિસ

શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને વ્યાપક ગંદકી સામે લડવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન કુલ મળીને 44 પેઢીઓ અને…

શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને વ્યાપક ગંદકી સામે લડવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન કુલ મળીને 44 પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં ગંભીર બેદરકારીઓ સામે આવતા કુલ 8 કિલોગ્રામ અખાદ્ય અને વાસી જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશન બાબતે ગંભીર અનિયમિતતાઓ જણાતાં કુલ 03 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને વહીવટી ચાર્જ પેટે કુલ રૂૂપિયા 6,000/- વસૂલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગુણવત્તા ચકાસણી માટે ઋજજઅઈં એક્ટ હેઠળ કુલ 07 નમૂનાઓ લઈને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

દંડાત્મક કાર્યવાહી કરાયેલ મુખ્ય પેઢીઓની વિગતો મુજબ રોયલ પંજાબી એન્ડ ચાઈનીઝ સદગુરુ તીર્થધામ સામે, રૈયા રોડ, રાજકોટ પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. મંચુરિયન તથા અખાદ્ય ફૂડ મળી કુલ 8 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને રૂૂપિયા 500/- વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.પુજારા મેડિકલ સ્ટોર ઈવા એપાર્ટમેન્ટ, સુભાષ નગર-3, રૈયા રોડ, રાજકોટ લાયસન્સ બાબતે નોટિસ ફટકારી રૂૂપિયા 500/- વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.શ્રેયસ ટ્રેડ લિંક આર.કે. આઇકોનિક, અયોધ્યા સર્કલ પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ ન હોવાને કારણે નોટિસ આપવામાં આવી હતી અને રૂૂપિયા 5,000/- વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.

ત્રણ જેટલી ઢીઓના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જેમાં લક્ષ્મી જાંબુ દિપક સોસાયટી, શેરી નં-2, નેમિનાથ સોસાયટી પાસે, ગાંધીગ્રામ, રાજકોટ (1) મીઠો માવો (લુઝ) (2) બરફી મીઠાઈ (લૂઝ) ના નમૂના લેવાયા. જય જલારામ દુગ્ધાલય જાંબુ રામાપીર ચોકડી પાસે, લાખના બંગલા વાળો રોડ, રાજકોટ (1) પીડીબી-સ્વીટ દેશી માવો (2) વાત્સલ્ય મીઠો માવો (3) પેંડા (લૂઝ) ના નમૂના લેવાયા.શ્રી રામ જાંબુ દિપક સોસાયટી, રૈયા રોડ, રાજકોટ (1) ગીર માધવ મીઠો માવો (લુઝ) (2) બરફી (લુઝ) ના નમૂના લેવાયા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *