રાજકોટ શહેરમાં હોકર્સ તથા લારી-ગલ્લા વ્યવસાય સાથે સંકળાયેલા નાના વેપારીઓને વેપાર કરવા માટે વ્યવસ્થા, યોગ્ય સ્થળ અને જરૂૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોકર્સ અંગેની ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ડ્રાફ્ટ પોલિસી મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. શહેરના હોકર્સ, નાના વેપારીઓ તથા નાગરિકો પાસેથી આ ડ્રાફ્ટ પોલિસી અંગે તા.14/09/2026 સુધીમાં સૂચનો મંગાવવામાં આવ્યા છે.
આ ડ્રાફ્ટ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ હોકર્સને વ્યવસ્થિત રીતે રોજગારની તક મળી રહે તેમજ શહેરમાં ટ્રાફિક, સ્વચ્છતા અને જાહેર વ્યવસ્થાને જાળવી રાખીને હોકર્સ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે. મેયર ડો.નેહલભાઈ શુકલએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના નાના વેપારીઓ અને હોકર્સ શહેરની આર્થિક વ્યવસ્થાનો મહત્વનો હિસ્સો છે. હોકર્સના હિતનું રક્ષણ થાય અને સાથે શહેરની વ્યવસ્થા, સ્વચ્છતા તથા ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય તે દિશામાં આ ડ્રાફ્ટ પોલિસી મહત્વપૂર્ણ પગલું છે. હોકર્સ તથા નાગરિકોના સૂચનોને આવકારવામાં આવશે.
માર્કેટ સમિતિ ચેરમેન મોહિતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હોકર્સને વ્યવસ્થિત સ્થળ, જરૂૂરી સુવિધાઓ અને પારદર્શક વ્યવસ્થા મળે તે માટે આ પોલિસી તૈયાર કરવામાં આવી છે. હોકર્સ ભાઈ-બહેનો તથા વેપારી વર્ગ દ્વારા મળતા રચનાત્મક સૂચનોને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હોકર્સ તથા નાગરિકો પોતાના નામ અને મોબાઈલ નંબર સાથે તા.14/09/2026 સુધીમાં પોતાના સૂચનો Whats APP No/ Contact No:95589 29591 તેમજ Whats APP No/Contact No 9173249950/ પર આપી શકશે.
