ગુજરાત રાજય સરકાર દ્વારા બંદરોને જોડતા માર્ગોની સાથે અમરેલી જિલ્લાના દરિયા કાંઠે આવેલ ચાંચબંદરથી વિકટર પોર્ટ સુધી દરિયાઈ ખાડીમાં રાજય સરકાર દ્વારા 80 કરોડ કરતા વધુ રકમના ખર્ચએ પુલ બનાવશે મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ખાતર્મુત કર્યું.
અમરેલી જિલ્લામાં આવેલ દરિયા કાંઠે ચાંચબંદર ગામ 10 હજાર કરતા વધુની વસ્તી ધરાવતું આ ગામમા મોટાભાગે કોળી સમાજની વસ્તી ધરાવતુ આ ચાંચબંદર ગામ છે આ ગામમાં મોટાભાગે મજૂર વર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે રોજે રોજનું કમાવવા વાળા શ્રમિક પરિવારો વસવાટ કરી રહ્યા છે અહીં સૌથી મોટી આઝાદીથી સમસ્યા હતી માર્ગોના જોડાણની આ ગામથી રાજુલા સુધી પોહચવા માટે 40 કિલોમીટર અંતર કાપી અવર જવર કરતા હતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અહીં ગામના લોકો વિધાર્થીઓ મજૂરી કામ જતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરતા હતા ચાંચબંદર ગ્રામજનો રાજય સરકારમાં મુખ્યમંત્રી આનંદીબેન હતા તે સમયથી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ લોકોની અપેક્ષા છેલ્લા કેટલાક સમયથી માંગ હતી.
રાજય સરકારના મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ચાંચબંદરથી વિકટર પોર્ટને જોડતો દરિયાઈ ખાડી પર 80 કરોડ કરતા વધુના ખર્ચ કરી મંજૂરી બાદ હવે આજે ખાતર્મુત કરવામા આવતા સ્થાનિક લોકોમાં ઉત્સાહ સાથે આવકર્યો હતો આ પુલ માટે સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત મંત્રી કૌશીક વેકરીયા સહિત 5 ધારાસભ્ય મુખ્યમંત્રી સમક્ષ વાંરવાર રજૂઆતો કરતા હોવાથી પુલ મંજુર થતા ધારાસભ્યએ સરકારનો આભાર માન્યો અને અવર જવર માટે ગ્રામજનોને ખૂબ મોટો ફાયદો થશે. રાજય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ દરિયાઈ ખાડી પર પોહચી ખાતર્મુત કર્યું હતું.
