ભગવતીપરાની નંદનવન સોસાયટીમાં જુગારનો દરોડો : નવ જુગારી ઝડપાયા

શહેરનાં ભગવતીપરા મેઇન રોડ પર આવેલી નંદનવન સોસાયટીમા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડી 9 શખસોને 53 હજારનાં મુદામાલ સાથે ઝડપી…

શહેરનાં ભગવતીપરા મેઇન રોડ પર આવેલી નંદનવન સોસાયટીમા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડી 9 શખસોને 53 હજારનાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ નંદનવન સોસાયટીમા રહેતા ઇરફાન સુલેમાન ટીંબલીયા નામનાં શખસનાં મકાનમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચનાં હેડ કોન્સટેબલ જયરાજસિંહ કોટીલા અને વિશાલભાઇ સહીતનાં સ્ટાફે દરોડો પાડી ઇરફાન સુલેમાન ટીંબલીયા , અજય લાલજી પરમાર , તૌસીફ મહેબુબ સૈયદ , અનીલ ધનજી જીંજરીયા, સાજીદ ઓસમાણ લાખાણી, મનીષ કામજી કંબોયા , નાસીર બીન અબેદભાઇ નાહીદી, અફઝલ યુસુફભાઇ મામટી અને રામકુ ટીસાભાઇ કેરાડીયાને ઝડપી લઇ પ3190 નો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો.

જયારે બીજા દરોડામા ગાંધીગ્રામ શેરી નં 7 ધર્મદીપ લોન્ડ્રી પાસે આવેલા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ગાંધીગ્રામ પોલીસ મથકનાં મશરીભાઇ ભેટારીયા, શબીરખાન મલેક, અંજલીબેન, સહદેવસિંહ જાડેજા, અને પ્રદીપભાઇ ડાંગર સહીતનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા સેજલબેન રજનીભાઇ ચાવડા , શૈલેષભાઇ લાલજીભાઇ જગદીયા, દીપેશ કેશવ ધોકીયા, મહીરાજ અનકભાઇ બોઘરા, દીનેશ હરીભાઇ જેઠવા , ભાર્ગવ જગદીશભાઇ રાઠોડ, અને રાજુભાઇ નરશીભાઇ માળવીયાને ઝડપી લઇ તેની પાસેથી 15 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *