ભગવતીપરામાં પલંગ પરથી પટકાતા આધેડનું મોત

દારૂ પીવાની ટેવ ધરાવતા આધેડ અગાઉ ચોકીદારીનું કામ કરતા’તા શહેરના ભગવતીપરા વિસ્તારમાંથી આધેડ પલંગ પરથી પટકાતા તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર…

દારૂ પીવાની ટેવ ધરાવતા આધેડ અગાઉ ચોકીદારીનું કામ કરતા’તા

શહેરના ભગવતીપરા વિસ્તારમાંથી આધેડ પલંગ પરથી પટકાતા તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

જાણવા મળતી વિગત મુજબ, ભગવતીપરામાં આવેલી નંદનવન સોસાયટી શેરી નં.2માં રહેતાં દતુભાઈ કાનકભાઈ પાટીલ (ઉ.45) નામનાં આધેડ ગઈકાલે બપોરે પોતાના ઘરે હતાં ત્યારે પલંગ પરથી પડી જતાં તેમનું માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહિં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી-ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક દતુભાઈ ત્રણ ભાઈ એક બહેનમાં નાના અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તેઓ અગાઉ ચોકીદારીનું કામ કરતાં હતાં અને તેમને દારૂ પીવાની કુટેવ હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *