ઓમનગર સર્કલ અને થોરાળામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, જામખંભાળિયાના શખ્સની ધરપકડ

શહેરમાં મવડી ઓમનગર સર્કલ પાસે પ્લાયવૂડમાં ડેલામાં એક મહિના પહેલા થયેલી ચોરી અને થોરાળા વિસ્તારમાં પંદર દિવસ પહેલા પાનની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ડીસીબીએ ઉકેલી…

શહેરમાં મવડી ઓમનગર સર્કલ પાસે પ્લાયવૂડમાં ડેલામાં એક મહિના પહેલા થયેલી ચોરી અને થોરાળા વિસ્તારમાં પંદર દિવસ પહેલા પાનની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ડીસીબીએ ઉકેલી નાંખી દેવભુમિ દ્વારકાના જામખંભાળીયામાં ધરારરનગરમાં રહેતાં ભાવેશ ઉર્ફ ભાણો હીરાભાઇ ભાટી (ઉ.વ.23)ને લીમડા ચોકથી રાજકુમાર કોલેજ તરફ જતાં રોડ પર આલાપ-બી એપાર્ટમેન્ટ સામેના રોડ પરથી ઝડપી લઇ રૂૂા. 1,25,000ની રોકડ કબ્જે કરી છે.

ચોરીના ગુનાઓ ઉકેલવા ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કિશનભાઇ પાંભર, હરસુખભાઇ સબાડ, કૃષ્ણદેવસિંહ ઝાલા અને કોન્સ. મહાવીરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે રાજકોટમાં ચોરીઓના ગુનામાં સામેલ ખંભાળીયાનો ભાવેશ ઉર્ફ ભાણો લીમડા ચોક આસપાસ આટાફેરા કરે છે. આ બાતમી પરથી ભાવેશ ઉર્ફ ભાણાને સકંજામાં લઇ તલાસી લેતાં તેની પાસેથી 1,25,000ની રોકડ મળી હતી.

વિસ્તૃત પુછતાછ કરતાં તેણે રાજકોટની બે ચોરીઓ કબુલી હતી. એક મહિના પહેલા મવડી ઓમનગરમાં આવેલા પ્લાયવૂડના ગોડાઉનમાં ત્રાટકી ત્યાંથી રોકડની ચોરી તેમજ પંદર દિવસ પહેલા થોરાળામાં પાનની દૂકાનમાંથી પણ ચોરી કર્યાનું કબુલતાં તેની ધરપકડ કરી હતી. વધુ તપાસ માટે ભાવેશ ઉર્ફ ભાણાનો કબ્જો તાલુકા પોલીસ અને થોરાળા પોલીસ મેળવશે. ભાવેશ અગાઉ કલોલમાં પણ ચોરીના ગુનામાં સંડોવાઇ ચુક્યો છે. તે વખતે કલોલ તાલુકા પોલીસમાં પકડાયો હતો. ભાવેશ છુટક મજૂરી કરે છે. મોજશોખ પુરા કરવા ચોરીઓના રવાડે ચડયો છે. રાજકોટ આવી ચોરી કરી વતન ભાગી જતો. પૈસા ખુટતાં ફરીથી રાજકોટ આવી હાથફેરો કરતો હતો. આ વખતે રોકડ સાથે રાજકોટ ઘુમરા મારવા અને તક મળે તો હાથફેરો કરવા માટે આવ્યો હતો. પરંતુ ડીસીબીના હાથે ઝડપાઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *