બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવળીયા ગામ પાસે હાઇવે રોડ ઉપર આઇસર ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલકને ટક્કર મારતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયુ હતુ.જ્યારે આઇસર ટ્રક ચાલક અકસ્માત સર્જીને આઇસર ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.આ અકસ્માતની ઘટના અંગે મલતી માહિતી અનુસાર બીજલભાઇ નાનજીભાઈ પરાલીયા પોતાનું મોટરસાયકલ લઈને અણીયાળી(કાઠી) ગામથી દેવળીયા ગામે જઈ રહ્યા હતા તે દરમિયાન રાણપુર ધંધુકા હાઇવે ઉપર દેવળીયા ગામના પાટીયા પાસે પહોંચતા રાણપુર તરફથી આઇસર ટ્રક જી.જે.23.એ.ડબલ્યુ 0260 ના ચાલકે બીજલભાઇ નાનજીભાઈ પરાલીયા (ઉંમર વર્ષ 45)ના મોટરસાયકલ ને પાછળ થી હડફેટે લીધુ હતુ અને બીજલભાઇ નાનજીભાઈ પરાલીયા મોટરસાયકલ ઉપર થી ફંગોળાઈ ને રોડ ઉપર પડતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા બીજલભાઇ પરાલીયા નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.આ અકસ્માતની ઘટનાને લઈને મૃતકની ડેડબોડી પી.એમ.માટે સરકારી હોસ્પિટલ રાણપુર ખાતે ખસેડવામાં આવી હતી અને મૃતકના મોટાભાઈએ રાણપુર પોલીસ મથકમાં આઇસર ટ્રકના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે અણીયાળી(કાઠી)ગામના બીજલભાઇ નાનજીભાઈ પરાલીયાનું મોત નીપજતા પરિવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ અને ગામમાં શોકનું મોજુ ફળી વળ્યુ હતું.
રાણપુરના દેવળિયા પાસે ટ્રકના ચાલકે ઠોકરે લેતા બાઈકચાલક આધેડનું મોત
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવળીયા ગામ પાસે હાઇવે રોડ ઉપર આઇસર ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલકને ટક્કર મારતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત…
