ક્રાઇમ
મેંદરડાના રિક્ષાચાલક રાજકોટની રિક્ષા ગેંગનો શિકાર, 40 હજારની રોકડની ચોરી
ગોંડલ રોડ ચોકડીએથી રિક્ષામાં બેસાડી રોકડ ભરેલું પર્સ ચોરી લીધું
રાજકોટના ગોંડલ રોડ ચોકડીએ રિક્ષામાં બેઠેલા મેંદરડાના રિક્ષાચાલકને રાજકોટની રીક્ષા ગેંગે શિકાર બનાવી 40 હજારની રોકડ ચોરી લેતા આ મામલે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મેંદરડાના રિક્ષાચાલક રાજકોટ આવ્યા બાદ આ રિક્ષાચાલકને જ રિક્ષા ગેંગે શિકાર બનાવ્યા હતાં.
મેંદરડાના આંબાળા ગામે રહેતા રિક્ષા ચાલક નરેન્દ્રભાઈ જેઠાભાઈ મકવાણા કામ સબબ રાજકોટ આવ્યા હતાં. ગોંડલ રોડ ચોકડીએ બસમાંથી ઉતરી તેમના બહેન ગોંડલ રોડ પાસે આવેલ નર્મદ ટાઉનશીપમાં રહેતા લીલાવતીબેન સાવલિયાના ઘરે જવા માટે તેઓ રિક્ષાની રાહ જોઈને ઉભા હતા ત્યારે એક રિક્ષા તેમની પાસે આવીને ઉભી રહી હતી અને તેમને મુસાફર તરીકે બેસાડી રિક્ષાચાલકે રિક્ષા હંકારી ત્યાથી થોડે દૂર ગયા બાદ રિક્ષામાં બેઠેલા અન્ય બે શખ્સોમાંથી એક શખ્સે કહ્યું કે મારો પગ દુખે છે તમે સેજ સાઈડમાં હટી જાવ જેથી નરેન્દ્રભાઈ રિક્ષામાંથી થોડે દૂર બેઠા બાદ રિક્ષા ચાલકે રિક્ષા ઉભી રાખી મારે આગળ જવું નથી તમે ઉતરી જાવ તેવુ કહી અટિકા ફાટક પાસે ઉતારી ભાડુ માગ્યા વગર જતો રહ્યો હતો. નરેન્દ્રભાઈએ પોતાની પાસે રહેલી થેલી જેમાં 40 હજાર રોકડા અને આધાર કાર્ડ હતા તે તપાસ કરતા જોવા નહીં મળતા રિક્ષાચાલક ગેંગનો પોતે શિકાર બન્યાનું જાણવા મળતા આ અંગે માલવિયા નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. માલવિયાનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
ક્રાઇમ
વિશાખા ક્રેડિટ સોસાયટીના એક જ પરિવારના ચાર લોનધારકને એક રિટર્ન કેસમાં 9 માસની જેલ
શહેરની વિશાખા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી લીધેલી લોનના હપ્તા ચૂકવવામાં નિષ્ફળ નીવડેલ બે મહિલા સહિત ચાર લોનધારકને તકસીરવાન ઠરાવી 9 માસની સાદી કેદ અને ચેક મુજબની રકમ વાર્ષીક છ ટકાના સાદા વ્યાજ વળતરનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.
વધુ વિગત મુજબ વિશાખા ક્રેડીટ કો. ઓપ. સોસાયટી માંથી સભાસદ દર જજે લીધેલી લોન હપ્તા ચૂકવવામાં નિષ્ફળ ગયેલા ભીખુભાઈ કેશાભાઈ વાળોદરા, હંસાબેન ભીખુભાઈ વાળોદરા, અર્જુનભાઈ ભીખાભાઈ વાળોદરા, પૂજાબેન અર્જુનભાઈ વાળોદરા તમામ સામે ચેક રીર્ટન થતા તમામ સામે અદાલતમાં નેગોસીએબલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ વિશાખા ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી. તરફથી એડવોકેટ અનિરૂૂધ્ધ નથવાણીની દલીલો તેમજ રજુ રાખેલ દસ્તાવેજી પુરાવાઓ તથા વડી અદાલતનાં ચુકાદાઓ ઘ્યાને લઈ માં એડી. ચીફ. જયુડીમેજી. જે.એસ. પ્રજાપતી આરોપી કેશાભાઈ હંસાબેન ભીખુભાઈ વાળોદરા, ભીખુભાઈ વાળોદરા, અર્જુનભાઈ ભીખાભાઈ વાળોદરા, પૂજાબેન અર્જુનભાઈ વાળોદરા તમામને તકસીરવાન ઠરાવી 9 માસની સાદી કેદ અને ચેક મુજબની રકમ વાર્ષીક છ ટકાના સાદા વ્યાજ વળતરનો દંડ કરવામાં આવેલ અને જો દંડ એક માસમાં ન ચુકવે તો વધુ 2 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ દંડ ની રકમ ફરીયાદીને વળતર તરીકે આપવા હુકમ કરવામાં આવેલો છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે અનિરૂૂધ્ધ એ. નથવાણી, દિવ્યેશ એ. રૂૂડકિયા, દર્શિત બી. સોલંકી, તથા ધર્મીલ વી. પોપટ રોકયેલ હતા.
ક્રાઇમ
બનેવી સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી ભાઇ-બહેન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
શહેરના જંગલેશ્વરમાં બનેવી સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ સ્કુટર આડુ નાખી ભાઇ-બહેન ઉપર હુમલો કર્યો હતો. હુમલો અને અકસ્માતના કારણે ચાને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જાણવા મળતી વિગત મુજબ ગોકુલનગર શેરી નં.1માં રહેતા સાહીલ અબ્દુલભાઇ ગોગધ (ઉ.વ.21) નામના યુવાને ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે સોહીલ, સુલેમાન દલ અને સમીરના નામ આવ્યા છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી સમીર ઉર્ફે સંજલાને ફરીયાદીના બનેવી આસીફ બેરૈયા સાથે ઝઘડો થયો હોય દરમિયાન ફરીયાદી તેની બે બહેન અને ભત્રીજા તૈયબાને લઇ સ્કુટર લઇ જતો હતો. દરમિયાન જંગલેશ્વરમાં નુરાની ચોક પાસે પહોંચતા ત્રણેય આરોપીઓએ બાઇક આડુ નાખતા સ્કુટર સ્લીપ ખાઇ જતા ચોય પડી ગયા બાદ આરોપીઓએ ધારીયા જેવા તિક્ષણ હથીયારથી ફરીયાદી અને તેના બહેન ઉપર હુમલો કરી માર માર્યો હતો. જેથી ચારેયને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ અંગે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
ચંદ્રેશનગરમાં મહિલાની કાર આંતરી કૌટુંબિક ભાઇની તોડફોડ
શહેરના ચંદ્રેશનગર મેઇન રોડ પર કાર લઇ જઇ રહેલા મહિલાની કારને આંતરી કૌટુંબીક ભાઇએ કારમાં તોડફોડ કરી સમજાવવા જતા મહિલાના પતિને ધોકા વડે મારમાર્યો હતો. આ મામલે માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવની મળતી વિગતો અનુસાર, ગુરૂપ્રસાદ ચોક હરસિદ્ધી ડેરીની પાછળ ત્રિવેણીનગરમાં રહેતા ગીતાબેન અજયભાઇ પાંઉ (ઉ.વ.48) એ ફરિયાદમાં તેમના મામાના દિકરા પરેશભાઇ શિવાભાઇ ચાવડાનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ગીતાબેને ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, ગઇકાલે તેઓ પતિ સાથે બજારમાં કાર લઇ જતા હતા ત્યારે મામાના દિકરા પરેશભાઇ કાર લઇને આવી જોઇ તેમને જોઇ જતા ગીતાબેનને તું નીચે ઉતર તેમ કહેવા લાગ્યો હતો અને ગીતાબેન નીચે ઉતરતા ગાળો બોલી પરેશે અગાઉના ઝઘડાનો ખાર રાખી લાકડાના ધોકા વડે ગાડીનો કાચ ફોડી નાખ્યો હતો. અને તેમજ પતિને ધોકા વડે મારતા રાડારાડ કરતા પરેશભાઇ જતા રહ્યા હતા.
જતા જતા તેઓએ કહ્યુ કે તુ કયાંય ભેગી જઇશ તો જાનથી મારી નાખીશ ત્યારબાદ પરેશ ત્યાથી ભાગી ગયો હતો.આ બનાવનુ મુખ્ય કારણ ગીતાબેનના દીકરાની પત્ની પ્રતિજ્ઞા તેના પુત્ર ધનવીરને પુછયા વગર તેની સાથે લઇ જતા ગીતાબેન અને તેનો પુત્ર પાટલા સાસુ અનપૂર્ણાના ઘરે પુછપરછ માટે ગયા હતા ત્યારે ત્યા ઝઘડો થતા તે વાતનું મનદુ:ખ રાખી અન્નપૂર્ણાના પતિ પરેશે માથાકૂટ કરી હતી.
-
ગુજરાત1 day ago
જૂની પેંશન યોજનાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, 2005 પહેલાંના કર્મીઓને મળશે જૂની પેન્શનનો લાભ
-
રાષ્ટ્રીય1 day ago
શેરબજાર ધબાય નમઃ, ફરી રોકાણકારોના પૈસાનો ધુમાડો, સેન્સેક્સ 300 અંક તૂટયો
-
ગુજરાત1 day ago
જંગલેશ્ર્વરના દબાણકારોને સાંભળી 3 સપ્તાહમાં જવાબ આપવા HCનો હુકમ
-
ગુજરાત1 day ago
મુખ્ય માર્ગો પરથી વધુ 371 રેંકડી-કેબિન, બોર્ડ-બેનર, પાથરણાં જપ્ત
-
ગુજરાત1 day ago
ગુલાબવિહાર સોસાયટીમાં બિમારીથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાત
-
ક્રાઇમ1 day ago
તહેવારમાં રાજસ્થાન ફરવા ગયેલા દેવનગરના પરિવારના મકાનમાંથી 1.13 લાખની ચોરી
-
ગુજરાત1 day ago
મોરબી સબ જેલમાંથી 40 ફાકી પકડાઇ, જેલરની રાજકોટ જેલમાં બદલી
-
રાષ્ટ્રીય1 day ago
ઓવરલોડ હોડીએ લીધી જળ સમાધી, 8 લોકો હતાં સવાર, 2ના મોત, જુઓ ઘટનાનો LIVE વીડિયો