Connect with us

ગુજરાત

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ!! છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી આ જીલ્લામાં ખાબક્યો વરસાદ

Published

on

રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ઘમેકેદાર બેટિંગ શરુ કરી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ પડ્યો છે.જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. સોનગઢમાં 6.25 છ ઈંચ, જૂનાગઠના વિસાવદરમાં 6 ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં સવા 8 ઈંચ, સોનગઢમાં સવા 6 ઈંચ, વિસાવદરમાં સવા 6 ઈંચ, ઘોઘામાં છ ઈંચ, પાલિતાણામાં સાડા 4 ઈંચ, વાપીમાં સવા 4 ઈંચ, વલ્લભીપુરમાં સવા 4 ઈંચ, વલસાડના પારડીમાં સવા 4 ઈંચ, વલસાડ તાલુકામાં ચાર ઈંચ, ભાવનગર તાલુકામાં પોણા ચાર ઈંચ, સિહોરમાં પોણા 4 ઈંચ, ઉનામાં પોણા 4 ઈંચ, ઉમરગામમાં પોણા 4 ઈંચ, સુત્રાપાડામાં સાડા 3 ઈંચ, સાયલામાં સાડા 3 ઈંચ, કોડીનારમાં સાડા 3 ઈંચ, વાલોડમાં સવા 3 ઈંચ, જલાલપોરમાં સવા 3 ઈંચ, ભેંસાણમાં 3 ઈંચ, ચુડામાં પોણા 3 ઈંચ, કુકાવાવમાં પોણા 3 ઈંચ, આહવામાં પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

આ સિવાય લીલીયામાં અઢી ઈંચ, ખેરગામમાં અઢી ઈંચ, બારડોલીમાં અઢી ઈંચ, ઉચ્છલમાં અઢી ઈંચ, ગીર ગઢડામાં અઢી ઈંચ, સુબીરમાં અઢી ઈંચ, બગસરામાં અઢી ઈંચ, ભાવનગરના મહુવામાં સવા બે ઈંચ, તાલાલામાં સવા 2 ઈંચ, માળીયા હાટીનામાં સવા 2 ઈંચ, તળાજામાં સવા બે ઈંચ, ઉમરાળામાં સવા બે ઈંચ વરસાદ પડ્યો હતો.

ત્યારે ચોટીલામાં સવા બે ઈંચ, નિઝરમાં સવા બે ઈંચ, જાફરાબાદમાં સવા બે ઈંચ, લીંબડીમાં સવા બે ઈંચ, જેસરમાં બે ઈંચ, પાટણ તાલુકામાં બે ઈંચ, અમરેલી તાલુકામાં બે ઈંચ, સાવરકુંડલામાં પોણા બે ઈંચ, સુરતના મહુવામાં પોણા બે ઈંચ, મેંદરડામાં પોણા બે ઈંચ, ધોલેરામાં પોણા બે ઈંચ, વઘઈમાં પોણા બે ઈંચ, મહેસાણામાં પોણા બે ઈંચ, ગારીયાધારમાં પોણા બે ઈંચ, વાંસદામાં દોઢ ઈંચ, ગઢડા, પાટણ-વેરાવળમાં દોઢ ઈંચ, વિંછિયામાં દોઢ ઈંચ, નવસારી તાલુકામાં દોઢ ઈંચ, બોટાદમાં દોઢ ઈંચ, કોટડા સાંગાણીમાં દોઢ ઈંચ, જાંબુઘોડામાં દોઢ ઈંચ, ભિલોડામાં દોઢ ઈંચ, ધારીમાં દોઢ ઈંચ, પલસાણામાં દોઢ ઈંચ, કુકરમુંડામાં દોઢ ઈંચ વરસ્યો હતો.

હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે જ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત

રાહુલ ગાંધીના અનામતવિરોધી નિવેદનને લઈને ભાજપનું ધરણા પ્રદર્શન, કાળી પટ્ટી બાંધી ખુદ CM વિરોધમાં જોડાયા

Published

on

By

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામતવિરોધી નિવેદન આપ્યું હતું. જેને લઈને સમગ્ર દેશમાં ભાજપે રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ શરૂ કર્યો છે. ત્યારે અમદાવાદના RTO સર્કલ સ્થિત કલેક્ટર કચેરી પાસે ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધપ્રદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પણ જોડાયાં હતા. અને તેઓ પહેલીવાર કોઈ વિરોધ વિરોધપ્રદર્શનમાં જોડાયા છે. ભાજપે કોંગ્રેસને દેશ વિરોધી ગણાવી છે. “અનામત વિરોધી કોંગ્રેસ દેશ વિરોધી કોંગ્રેસ”ના પોસ્ટર સાથે ભાજપે ધરણા પ્રદર્શન કરીને રાહુલ ગાંધી માફી માંગે તેવી માગ કરી છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીના નિવેદનને લઈને BJPએ દેશભરમાં વિરોઘ શરુ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ ઠેર ઠેર વિરોધ નોંધાવ્યો છે. રાજયભરના તમામ જીલ્લામા હોદેદારઓ, કાર્યકર્તાઓએ સાથે મળી એક રેલી સ્વરૂપે વિરોઘ પ્રદર્શન યોજયું છે.

રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ભારતમાં ક્યાં સુધી અનામત ચાલુ રહેશે. આના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા વિશે વિચારશે, જે અત્યારે નથી. રાહુલે કહ્યું હતું કે “જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ તો આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને OBCને પણ લગભગ એટલી જ રકમ મળે છે. વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી નથી મળતા. ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ. મને આદિવાસીઓ અને દલિતોનાં નામ બતાવો. મને ઓબીસીનું નામ બતાવો. મને લાગે છે કે ટોપ 200માંથી એક ઓબીસી છે. તેઓ ભારતના 50 ટકા છે, પરંતુ આપણે આ બીમારીની દવા નથી કરતા, જોકે હવે અનામત એ એકમાત્ર સાધન નથી, અન્ય સાધનો પણ છે.

Continue Reading

ગુજરાત

જુનાગઢમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, ધોધમાર વરસાદ વરસતાં સ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયાં

Published

on

By

રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ઘમાકેદાર બેટીગ શરુ કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે જુનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેરમાં બપોરના સમયે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ ક્ષેત્રમાં નદીના પૂરની માફક પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વતની સીડી પરથી પણ ધોધની માફક પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વત પૂરનું પાણી ભવનાથ અને દામોદરકુંડમાં આવતા પાણીના ભયાનક દ્રશ્યો સર્જાયા હતા.

આજે વહેલી સવારથી જ જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદી પાણી દુકાન અને કોમ્પ્લેક્સના ભાગમાં ફરી વળ્યા છે.

જૂનાગઢ શહેરમાં આજે બપોરના 4 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી જોવા મળ્યું હતું. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ અને દામોદરકુંડમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો.

Continue Reading

ગુજરાત

અમદાવાદમાં 35 કોલ સેન્ટરો ઉપર સીબીઆઈના સામૂહિક દરોડા

Published

on

By

વિદેશી નાગરિકોને ખંખેરવાના ગોરખધંધા અંગે FBIના ઈનપુટ બાદ 350થી વધુ અધિકારીઓ ત્રાટક્યા


સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન ની ટીમ દ્વારા ગઈકાલથી અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, તેમાં પણ એવી વિગત સામે આવી રહી છે કે, અમેરિકાની ફેડેરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનએ ઇનપુટ આપ્યા હતા કે, ગોવા, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને કોલકત્તામાં કેટલાક એવા કોલસેન્ટર ચાલી રહ્યા છે, જેની અંદર વિદેશી નાગરિકોને લૂંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઇનપુટના આધારે તપાસ શરૂૂ થઈ અને તેનું કનેક્શન અમદાવાદ સુધી નીકળી રહ્યું છે.


અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા કેટલાક લોકોના નામ ખુલ્યા છે, જેને ત્યાં સીબીઆઇની ટીમ પહોંચી છે. આ તમામ લોકો અલગ અલગ રાજ્યમાં વિદેશી નાગરિકોને છેતરવાનું અને તેમની પાસેથી પૈસા પડાવવા માટે કોલ સેન્ટર પ્લાન કર્યા હતા. એફબીઆઈના ઇનપુટ બાદ આ તમામની ધરપકડ માટે સીબીઆઇ કામ કરી રહ્યું છે અને ગઈકાલ રાતથી આ તપાસ હજી સુધી ચાલી રહી છે.


વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અલગ અલગ રાજ્યમાં ચાલતાં કોલ સેન્ટરમાં ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે, ગઈકાલ સવારથી અત્યાર સુધી 350 લોકોની ટીમ અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રહી હતી. આ રેડ દરમિયાન અનેક લોકો પાસેથી રૂૂપિયા પડાવવાનું આખું નેટવર્ક ગોવા, કોલકાત્તા, વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદમાં સેટઅપ કરવામાં આવ્યું હતું.


સીબીઆઇ હાલ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આ કોલ સેન્ટરના ઓર્ગેનાઇઝરને ત્યાં સીબીઆઇની ટીમ બેઠી છે અને તેઓની પૂછપરછ કરી રહી છે જ્યારે આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને સહેજ પણ જાણ કરવામાં આવી નથી એટલું જ નહીં આ કોલ સેન્ટરમાં કેટલાક નામ પણ હાલ સામે આવ્યા છે જેમાં વિકાસ ઉર્ફે મિસ્ટિક, સાગર પટેલ, ઈરફાન ,હિતેશ , પ્રીતેષ, અને મીહીરના ત્યાં સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે.


હાલ આ સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે તેની અંદર અલગ અલગ કોલ સેન્ટરના ઓર્ગેનાઈઝર અમદાવાદમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને તેના ત્યાં સીબીઆઈની ટીમ સર્ચ કરી રહી છે, બીજી તરફ આખા દેશમાં આ કોલ સેન્ટરના ઈનપુટ સીબીઆઈને મળ્યા છે અને તે પ્રમાણે કાર્યવાહી ચાલી રહી છે આ દેશવ્યાપી દરોડાની અંદર 350થી વધુની ટીમ કામ કરી રહી છે.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેર અને આસપાસની જગ્યાએ અંદાજે 35 જેટલાં કોલ સેન્ટર પર દિલ્હી ઈઇઈંની ટીમે દરોડા પાડ્યા છે. હજી પણ આ પ્રક્રિયા ચાલી રહી છે. ગાંધીનગરના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે વિદેશી નાગરિકોને છેતરવાની આ વિગતો ઈઇઈંને જાણવા મળી હતી. જે આધારે તેમણે રેડ કરી છે. હજી રેડમાં શું નીકળ્યું છે તે જાણવા મળ્યું નથી. પરંતુ આ શંકાને આધારે ખૂબ મોટી રેડ અમદાવાદમાં ચાલી રહી છે. ગાંધીનગરના પોલીસ અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે અને તેઓ જરૂૂર પડે ઈઇઈંની ટીમ સંપર્ક કરશે તો તેમની મદદ પણ લેશે તેવું જણાવી રહ્યા છે.

Continue Reading
ગુજરાત12 hours ago

રાહુલ ગાંધીના અનામતવિરોધી નિવેદનને લઈને ભાજપનું ધરણા પ્રદર્શન, કાળી પટ્ટી બાંધી ખુદ CM વિરોધમાં જોડાયા

ગુજરાત12 hours ago

જુનાગઢમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, ધોધમાર વરસાદ વરસતાં સ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયાં

રાષ્ટ્રીય13 hours ago

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની વધી મુશ્કેલીઓ, MUDA કૌભાંડ કેસ મામલે નોંધાઈ FIR

ગુજરાત13 hours ago

અમદાવાદમાં 35 કોલ સેન્ટરો ઉપર સીબીઆઈના સામૂહિક દરોડા

ગુજરાત13 hours ago

મારે ચીફ ફાયર ઓફિસર નથી બનવું, અમિત દવેનો કમિશનરને પત્ર

ગુજરાત13 hours ago

JPCની બેઠકમાં સંઘવી-ઓવૈસી વચ્ચે તડાફડી

આંતરરાષ્ટ્રીય13 hours ago

પત્ની બિકીની પહેરી શકે તે માટે 418 કરોડનો ટાપુ ખરીદ્યો

રાષ્ટ્રીય13 hours ago

વિધાનસભાની અંદર જ બળાત્કાર ર્ક્યાનો ભાજપ MLA સામે આક્ષેપ

આંતરરાષ્ટ્રીય13 hours ago

જાપાનના નવા પીએમ બન્યા શિગેરૂ ઇશિબા

ક્રાઇમ13 hours ago

શાળાની પ્રગતિ માટે સંચાલક અને તેના તાંત્રિક પિતાએ બાળકની બલિ ચઢાવી

ક્રાઇમ17 hours ago

કેરળમાં લૂંટારાઓની દહેશત!! વેપારીની કારને આંતરી 2.5 કિલો સોનાની લૂંટ ચલાવી, જુઓ VIDEO

આંતરરાષ્ટ્રીય2 days ago

પેરાસિટામોલ, Vitamin D સહિત આ દવાઓ ક્વૉલિટી ટેસ્ટિંગમાં ફેલ, જાણો સંભવિત જોખમ

કચ્છ2 days ago

કચ્છથી રાજકોટ હથિયાર વેચવા આવેલો શખ્સ પિસ્તોલ અને તમંચા સાથે પકડાયો

ગુજરાત12 hours ago

જુનાગઢમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, ધોધમાર વરસાદ વરસતાં સ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયાં

આંતરરાષ્ટ્રીય2 days ago

ભારતીયોને તાકીદે લેબેનોન છોડી દેવા સરકારની સૂચના

આંતરરાષ્ટ્રીય2 days ago

એલોન મસ્ક ઇટાલિયન પી.એમ. મેલોનીને ‘મસ્કા’મારતા ઇલુ…ઇલુની અફવા ઉડી

રાષ્ટ્રીય2 days ago

ઔરંગાબાદમાં મોટી દુર્ઘટના!!! જિતિયા વ્રત દરમિયાન તળાવમાં ડૂબી જવાથી 8 બાળકોના મોત

ગુજરાત2 days ago

સુરેન્દ્રનગરના રતનપરમાં સ્માર્ટમીટર લગાવતા વીજકર્મીને ગ્રાહકે થપ્પડ મારી

અમરેલી2 days ago

ખાંભાના મોટા સમઢિયાળામાં રમતા રમતા બાળક ખાડામાં પડી જતાં મોત

ગુજરાત20 hours ago

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ!! છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી આ જીલ્લામાં ખાબક્યો વરસાદ

Trending