કણકોટનો યુવાન ઇજાગ્રસ્ત મળ્યો, અપહરણ કરનાર બે સકંજામાં

રાજકોટના કણકોટ ગામે રહેતા અને રિક્ષા ભાડે આપવાનો ધંધો કરતા યુવક તેના મિત્રો સાથે શાપર ગયા હતા ત્યાથી પરત આવતા હતા તે દરમ્યાન કારમાં ધસી…

રાજકોટના કણકોટ ગામે રહેતા અને રિક્ષા ભાડે આપવાનો ધંધો કરતા યુવક તેના મિત્રો સાથે શાપર ગયા હતા ત્યાથી પરત આવતા હતા તે દરમ્યાન કારમાં ધસી આવેલા શખસોએ છરી બતાવી કારમાં અપહરણ કરી ગયાની યુવકની પત્નીએ ફરીયાદ નોંધાવી હતી. દરમ્યાન યુવક ધવાયેલી હાલતમાં મેટોડા ગામની સીમમાંથી મળી આવતા તેને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.જયારે આજીડેમ પોલીસે બે શખ્સોએ સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ,કણકોટ ગામે રહેતો અને રિક્ષા ભાડે આપવાનુ કામ કરતા મુકેશ મુકેશભાઈ ઉધરેજા (ઉ.30) શનીવારે તેના મિત્રો સાથે કારમાં બેસી શાપર ગયા હતા અને ત્યાથી તેને પત્ની પુજાબેનને ફોન કરી સાંજે જમવા બહાર જવાની વાત કરી હતી. તે દરમ્યાન તેના મિત્રએ રાત્રીના ફોન કરી શાપરથી આવતી વેળાએ ખોખડદળ મંદિરે જતા હતા તે દરમ્યાન અન્ય કારમાં ધસી આવેલા ચારેક શખસોએ તેની કારને આંતરી છરી બતાવી મુકેશનુ અપહરણ કરી ગયાની જાણ કરતા તેને આજીડેમ પોલીસમાં ફરીયાદ કરી હતી.

બનાવને પગલે પીએસઆઈ ગોહીલ સહિતની ટીમે તપાસ કરતા અગાઉ મુકેશને કાલાવાડ ગામે ઝઘડો થયો હતો જેથી તેના મિત્રો સાથે કાલાવાડ જઈ હુમલો કર્યો હતો જેમા પોલીસે મુકેશ સહીત 17 શખસો સામે હત્યાની કોશીષ સહીતનો ગુનો નોધી કાર્યવાહી કરી હતી.બાદમાં જેલ બહાર આવેલા તેના મિત્રો કેસમાં ખર્ચના પૈસાની માંગ કરતા હોય જે પૈસા બાબતે મુકેશ બહાના બતાવતો હોય તેના મિત્રોએ જ અપહરણ કર્યાની શંકા દર્શાવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી યુવકને છોડાવવા દોડધામ કરી હતી. તે દરમ્યાન અપહત યુવક મેટોડા ગામની સીમમાંથી ધવાયેલી હાલતમાં મળી આવતા તેને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાતા પીએસઆઈ રાઠોડ સહીતની ટીમે પુછતાછ કરી હતી.

આ ઘટનામાં મુકેશે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે,બે મહિના પહેલા અરુણ કાળું રાઠોડ નામના શખ્સે તારું મર્ડર કરી નાખવું છે તેમ ધમકી આપી હતી અને તેમજ બે મહિના પહેલા વિજયે કાર માંગતા તેમને કાર ન આપતા માથાકૂટ થઈ હતી.જ્યારે અપહરણની ઘટનામાં વિજય,સંજય દાંતી અને બે અન્ય શખ્સો સામેલ હતા.અપહરણ કરી હીરાસર એરપોર્ટ પાસે લઈ ગયા હતા અને ત્યાં જિંજુડીયા ગામે લઇ જઇ બેફામ મારમાર્યો હતો અને વેફર ખવડાવી હતી ત્યાં આરોપી વિજયે કહ્યું કે તારો હવાલો મને આપ્યો છે 80 લાખમાં તું અમને 1 કરોડ આપીશ તેમ કહેતા મુકશે હા પાડી હતી અને આ પૈસા વાજડી ગામે રહેતા ઉત્સવ પટેલને ત્યાંથી લેવાનું કહેતા ત્યાં આરોપીઓ પૈસા લેવા જતા તેઓ પકડાઈ ગયા હતા.તેમજ પીપરડીના નામચીન સંજય દાંતી સહીતના ચાર શખસોએ અપહરણ કરી અલગ અલગ સ્થળે લઈ જઈ છરી,ધોકા વડે મારકુટ કર્યાનુ અને મેટોડાની સીમમાં ફેકી નાસી ગયાનુ બહાર આવતા પોલીસે બે આરોપીને પકડી પૂછપરછ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *