ઉનામાં નણંદના ઘરેથી પરત ફરતી પરિણીતા પતિના બાઈક પરથી પટકાતા મોત

ઉનાના પાલડી ગામે રહેતી પરિણીતા પતિના બાઈક પાછળ બેસી નણંદના ઘરેથી પરત ફરી રહી હતી ત્યારે ઉના નજીક પરિણીતા પતિના બાઈક પરથી નીચે પટકાઈ હતી.…

ઉનાના પાલડી ગામે રહેતી પરિણીતા પતિના બાઈક પાછળ બેસી નણંદના ઘરેથી પરત ફરી રહી હતી ત્યારે ઉના નજીક પરિણીતા પતિના બાઈક પરથી નીચે પટકાઈ હતી. પરિણીતાનું ગંભીર ઈજા પહોંચવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ઉના તાબાના પાલડી ગામે રહેતી કંચનબેન પાલાભાઈ સોલંકી નામની 35 વર્ષના પરિણીતા સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં પતિના બાઈક પાછળ બેસી ઉના ભાગલા રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે કંચનબેન ચાલુ બાઈકે નીચે પટકાઈ હતી. પરિણીતાને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં પરિણીતાનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક કંચનબેન નાદલ રહેતી નણંદના ઘરે આંટો મારવા ગયા હતાં અને જ્યાંથી પરત ફરતી વખતે કાળ ખેંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલના ઘોઘાવદર ગામે રહેતાં પુનાભાઈ ભાયાભાઈ સોરીયા (ઉ.40) ગોંડલ નાસ્તો કરી રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે ગોંડલ નજીક અચાનક રોડ પર આખલો આડો ઉતરતાં બાઈક આખલા સાથે અથડાયું હતું. બાઈક ચાલક યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *