ટ્યુશનમાંથી મોડી આવતી હોવાથી માતાએ ઠપકો આપતા ધો.10ની છાત્રાનો આપઘાત

આજના સમયમાં સહનશકિત ઓછી થઇ રહી હોય તેમ માતા-પિતા ઠપકો આપતા સંતાનો અવળુ પગલુ ભરી લેતા હોવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવો જ વધુ…

આજના સમયમાં સહનશકિત ઓછી થઇ રહી હોય તેમ માતા-પિતા ઠપકો આપતા સંતાનો અવળુ પગલુ ભરી લેતા હોવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક બનાવ રાજકોટમાં સામે આવ્યો છે. કોઠારીયા બાયપાસ હાઇવે પર રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ટ્યુશનમાંથી મોડી ઘરે આવતી હોય જે બાબતે તેના માતાએ ઠપકો આપતા લાગી આવવાથી તેણે ઝેરી દવાપી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. એક ભાઇની એકની એક બહેનના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા બાયપાસ હાઇવે પર તપસી હોટલ પાસે બોલબાલા માર્ગ પર રેઇમ્બો એવન્યુમા રહેતી સાક્ષી કિશોરભાઇ ઘાડીયા (ઉ.વ.15) નામની સગીરાએ ગઇકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા ટૂંકી સારવાર દરમિયાન આજે સવારે તેનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક સાક્ષી એક ભાઇની એકની એક મોટી બહેન હતી અને ધો.10માં અભ્યાસ કરતી હતી. તેના પિતા કેટરેસનુ કામ કરે છે. વધુ તપાસમાં સાક્ષી ટ્યુશનમાં જતી હોય જયાથી છૂટીને ઘરે મોડી આવતી હોવાથી તેના માતાએ ઠપકો આપ્યો હોય જેથી માતાના ઠપકાનુ લાગી આવતા તેણીએ આ પગલુ ભરી લીધાનું ખુલવા પામ્યુ છે. આબનાવથી પટેલ પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *