માધુપુર ઘેડમાં યુવાનનો એસિડ પી આપઘાત

કાલાવડના નાના વડાળા ગામે યુવાને ઝેરી ટીકડા ખાઈ લેતાં તબિયત લથડી પોરબંદરનાં માધુપુર ઘેડમાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. યુવકનું સારવાર…

કાલાવડના નાના વડાળા ગામે યુવાને ઝેરી ટીકડા ખાઈ લેતાં તબિયત લથડી

પોરબંદરનાં માધુપુર ઘેડમાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પોરબંદરના માધુપુર ઘેડમાં રહેતાં અજયભાઈ લવજીભાઈ પરમાર નામના 35 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર રાત્રીનાં સાડા અગિયારેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાતત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.આ ઉપરાંત બીજા બનાવમાં કાલાવડના નાના વડાળા ગામે રહેતાં સંજય મુળજીભાઈ ચંદ્રપાલ (ઉ.35)એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. યુવકની તબિયત લથડતાં સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *