વાંકાનેર નજીક મિત્રની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભાડા અને અન્ય ખર્ચની રકમ મિત્ર ચૂકવતો ના હોય અને રૂૂપિયાની માંગણી કરતા પૈસાની લેતીદેતી મામલે છરી વડે ગંભીર ઈજા કરી મિત્રની…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભાડા અને અન્ય ખર્ચની રકમ મિત્ર ચૂકવતો ના હોય અને રૂૂપિયાની માંગણી કરતા પૈસાની લેતીદેતી મામલે છરી વડે ગંભીર ઈજા કરી મિત્રની હત્યા કરનારને મોરબી કોર્ટે આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

કેસની પ્રાપ્ત વિગતો મુજબ રાજકુમાર જીવલાલ પ્રજાપતિ રહે રાજકોટ રૈયા ચોકડી વાળો અને આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ મંગલસિંહ રાજાવત રહે એમપી વાળા સાથે જ રહેતા અને કલરકામ મજુરી કરતા હતા બંને મિત્રો હોય અને અવારનવાર સાથે ખરીદી કરવા બહાર જતા આવતા હતા રાજકુમાર પ્રજાપતિ ભાડા અને અન્ય ખર્ચના પૈસા ચૂકવતો હતો જે પૈસા આરોપી પાસે માંગતા પૈસાની લેતીદેતી મામલે આરોપી જીતેન્દ્રસિંહે વાંકાનેર બાઉન્ડ્રી નજીક બોલાચાલી ઝઘડો કરી છરી વડે રાજકુમારને ગળાના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે 21 માર્ચ 2023 ના રોજ બનેલા બનાવ મામલે હત્યાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધો હતો.

પોલીસ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ બીજા એડીશનલ સેશન્સ જજ, મોરબીની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ, મોરબી સંજયભાઈ દવેએ કોર્ટમાં આરોપી વિરુદ્ધ 16 મૌખિક પુરાવા અને 42 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી જીતેન્દ્રસિંહ રાજાવતને કસુરવાન ઠેરવ્યો હતો કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 302 મુજબના ગુનામાં આજીવન કેદની સજા અને રૂૂ 5000 નો દંડ ફટકાર્યો છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *