દ્વારકામાં સામાન્ય બાબતે બઘડાટી: મહિલાઓ સહિત 12 સામે ગુનો

દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કિશન ફોગાભા માણેક નામના 26 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમના મિત્રો સાથે ે રવિવારે દ્વારકાના કોમ્યુનિટી હોલ પાસેથી પસાર થઈ…

દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કિશન ફોગાભા માણેક નામના 26 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમના મિત્રો સાથે ે રવિવારે દ્વારકાના કોમ્યુનિટી હોલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર આરોપી આમદ કેર, નવાઝ જાફર ચના, મીરાજ હાજી સપ, નફીસ હાજી થૈયમ અમીનાબેન જાફર ચના તથા અન્ય બે અજાણ્યા મહિલાઓએ ગેરકાયદેસર રીતે મંડળી રચી, તેમની પાસે રહેલા ધોકા અને છરી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો.

આ પ્રકરણમાં આરોપીઓએ ફરિયાદી કિશન માણેક તથા સાહેદોને બેફામ માર મારી, ઇજાઓ કર્યાની તથા વિગત બિભત્સ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસમાં નોંધાવવામાં આવી છે.

જ્યારે અન્ય એક ફરિયાદમાં અબ્દુલ ખિતાબ આ મધુભાઈ કેર નામના 28 વર્ષના માચી મારી યુવાને અતુલ ઉર્ફે ભોલો મનસુખભાઈ, દેવેશ માણેક અને કિશન માણેક તથા બે અજાણી મહિલાઓ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ ધુળેટીના તહેવારમાં થયેલા ઝઘડાનો રાખી, રાખી ફરિયાદી અબ્દુલખિતાબ કેર તેમના ઘરની બહાર બેઠા હતા ત્યાં આવીને આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, અશ્ર્લીલ શબ્દો કહ્યા હતા.
જે અંગે દ્વારકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *