શહેરના બસ સ્ટેન્ડ પાછળથી પોલીસે મોબાઇલ આડીમાં ક્રિકેટ સટ્ટો રમતા ગોકુલધામના શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. અનીલ સોનારા, હેડ કોન્સ્ટેબલ ઉમેશ ચાવડા, હરપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બસ સ્ટેન્ડ પાછળ ફાયર સ્ટેશનની સામે આવેલી પાનની દુકાને જયદીપ વરુ નામનો શખ્સ પોતાના મોબાઇલમાં આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દોડી જઇ ગોકુલધામ પાસે સ્વામીનારાયણ નગર શેરી નં.2માં રહેતા જયદીપ દિનેશભાઇ વરુ નામના શખ્સને ઝડપી લઇ તેની પાસે રહેલા મોબાઇલની તલાશી લેતા તેમાં ડીએનએચ 247નામની આઇડી ખુલી હોય અને જેમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ચાલતી 20-20 મેચ ઉપર સટ્ટો રમતો હોવાનું ખુલવા પામતા પોલીસે તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
