હાઇકોર્ટના ચૂકાદાને પગલે વનરક્ષકના વેઇટિંગ લિસ્ટમાં બે જિલ્લામાં ફેરફાર કરવામાં આવ્યો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વનરક્ષક વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના તાજેતરના આદેશ અનુસાર, ઊંચાઈ માપનને લઈને અયોગ્ય…

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વનરક્ષક વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના તાજેતરના આદેશ અનુસાર, ઊંચાઈ માપનને લઈને અયોગ્ય ઠરાવવામાં આવેલા પાંચ ઉમેદવારોનું ફરીથી માપન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા બાદ ત્રણ ઉમેદવારો યોગ્ય જાહેર થયા છે, જેના કારણે તાપી અને અમરેલી જિલ્લાની પસંદગી અને વેઈટિંગ યાદીમાં ફેરફારો થયા છે.

હાઈકોર્ટના 7 જાન્યુઆરીના આદેશ મુજબ ફરી માપન કરાયેલા પાંચ ઉમેદવારોમાંથી અશ્વિનભાઈ સોંગરા, અજયભાઈ સોલંકી અને ભુપેશકુમાર ઝાંપડા યોગ્ય ઠર્યા છે. આ ત્રણેય ઉમેદવારોને હવે પસંદગી પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સુધારાના પરિણામે તાપી જિલ્લામા એક ઉમેદવારને પસંદગી યાદીમાં સ્થાન મળ્યું છે, જેના કારણે અન્ય કેટલાક ઉમેદવારો વેઈટિંગ યાદીમાં ખસેડવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામા ઉમેદવારને વેઈટિંગ યાદીમાં ઉમેરવામાં આવ્યો છે.

આ ફેરફારોની અસર પહેલાથી જ નિમણૂક પામેલા કર્મચારીઓ પર થશે નહીં. GSSSB એ સ્પષ્ટ કર્યું છે કે આ સુધારા માત્ર મેરિટ અને વેઈટિંગ યાદીને અસર કરશે. આ ભરતી 2022-23માં કુલ 823 વનરક્ષકની જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી હતી. શારીરિક માપદંડોને લઈને થયેલા વિવાદો બાદ ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના પગલે આ આદેશ આવ્યો છે. રાજ્યમાં યુવા બેરોજગારીના મુદ્દે સરકારી ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *