ચોટીલાના ખરેડીના મંગળુભાઈનો અશ્વપ્રેમ, ઘોડીની સ્વજનની જેમ અંતિમવિધિ કરાઈ

40 વરસથી સાથે રહેતી રોઝી ઘોડીએ હનુમાનજીની પ્રદક્ષિણા કરીને પ્રાણ છોડયા ચોટીલાના ખરેડી ગામે મંગળુભાઈ જીલુભાઈ ખાચરે પોતાની પ્રિય ઘોડીનું અવસાન થતાં મનુષ્યની જેમ વિધિ…

40 વરસથી સાથે રહેતી રોઝી ઘોડીએ હનુમાનજીની પ્રદક્ષિણા કરીને પ્રાણ છોડયા

ચોટીલાના ખરેડી ગામે મંગળુભાઈ જીલુભાઈ ખાચરે પોતાની પ્રિય ઘોડીનું અવસાન થતાં મનુષ્યની જેમ વિધિ સાથે વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢી અંતિમવિધિ કરી હતી.ચોટીલાના ખરેડી ગામના વતની મંગળુભાઈ જીલુભાઈ ખાચર તેમની ઘોડીનું અવસાન થતાં દરબાર મંગળુભાઈને ખૂબ જ આઘાત લાગ્યો હતો.

છેલ્લા 40 વરસથી આ ઘોડી મંગળુભાઈ પાસે જ હતી અને આ ઘોડી અને દરબાર મંગળુભાઇના મન મળી ગયા હતા. ઘોડી પ્રત્યે દરબાર મંગળુભાઈને અપાર પ્રેમ અને લાગણી હતી. ઘોડીની સમાધિ પણ એમની હોટેલ પાસે હનુમાનજીના મંદિર પાસે વાજતે ગાજતે અને બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર કરીને વિધિવત આપી હતી.
કાઠીઓ અને ઘોડીનો સંબંધ પહેલેથી જ ખૂબ ગાઢ રહેલો છે. કાઠી દરબારો ને ઘોડી પ્રત્યે અપાર પ્રેમ લાગણી હોય છે. આ ઉપરાંત આ રોજી ઘોડીએ સંત શિરોમણી રામરતન ગીરી બાપુએ શિવ લહેરી હોટેલ પર હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી. તેની પ્રદક્ષિણા કરીને પ્રાણ છોડયા હતા એ પણ એક આશ્ચર્યજનક ઘટના કહેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *