આંબેડકરનગરના યુવાન પર ત્રણ વખત હુમલો, પોલીસ સ્ટેશનમાં ધમકી

પખવાડિયા પહેલા યુવાન મોબાઇલ જોતો હતો ત્યારે ‘તારી સોપારી આપી છે મારી નાખવાનો છે’ કહી માર માર્યો, સિવિલમાં દાખલ થતા ત્યાં પણ હુમલો કર્યો આજીવસાહતમાં…

પખવાડિયા પહેલા યુવાન મોબાઇલ જોતો હતો ત્યારે ‘તારી સોપારી આપી છે મારી નાખવાનો છે’ કહી માર માર્યો, સિવિલમાં દાખલ થતા ત્યાં પણ હુમલો કર્યો

આજીવસાહતમાં આંબેડકરનગરમાં રહેતા ગીરધરભાઇ પુજાભાઇ સોલંકી(ઉ.વ.37) ગઈ તા.24/11ના રોજ કમાણી ફાઉન્ડરી પાસે મોબાઈલ પર વાતો કરતો હતો ત્યારે ગૌરવ ઉર્ફે ગવો શક્તિ,પ્રકાશ,પ્રકાશના પત્ની અને પ્રકાશના ભાઈ દિપકના પત્ની અને હિતેશ ઉર્ફે ટકો સહિતના શખ્સોએ એક દિવસમાં ત્રણ ત્રણ વખત અલગ અલગ જગ્યા પર પીછો કરી અને બોલાવી છરી વડે હુમલો કરતા યુવાન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ત્યા પણ યુવકને ધમકી આપતા આ મામલે ગિરધરભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ગિરધરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.24/11/2025 ના રોજ રાત્રિના હું આજી વસાહત કમાણી ફાઉન્ડ્રી શિવ શકિત કિચન વેર પાસે મારા સ્કૂટરની ઘોડી ચડાવીને બેસી મોબાઇલ ફોન ઉપર વાતચીત કરતો હતો તે વખતે ગૌરવ ઉર્ફે ગવો શકિતભાઇ રાઠોડએ મારી નજીક આવી કાંઇ પણ કહ્યા વગર છરી વડે હુમલો કરવા આવેલ અને જાનથી મારી નાખવો છે કહી ધમકી આપી મારી નજર પડી જતા હુ ખસી ગયેલ અને મારથી બચી ગયેલ ત્યારબાદ ફરી આ ગૌરવ ઉર્ફે ગવા એ બીજીવાર મારી ઉપર છરી વડે હુમલો કરતા મે તેનો હાથ પકડી લેતા મારા જમણા હાથમાં પંજાના ભાગે છરીથી ઈજા થયેલ અને મારી સાથે ઝઘડો કરી શુ કામ મારી ઉપર છરીથી હુમલો કર્યો છે.

આ ગૌરવને પુછતા આ ગૌરવએ મને પ્રકાશએ મારી નાખવાની સોપારી આપેલ હોવાનુ જણાવતા મે આ ગૌરવને પ્રકાશ કયા છે તેમ પુછતા ગૌરવએ મને કહેલ કે પ્રકાશ બાજુની શેરીમાં ઉભો છે તેમ કહેતા હુ ગૌરવને સાથે લઇ અને પ્રકાશ જયા ઉભો હતો ત્યા ગયેલ તો ત્યા પ્રકાશ હાજર હતો અને આ પ્રકાશ તથા ગૌરવ બન્નેએ મળી મને કહેલ કે આજે તને જાનથી જ મારી જ નાંખવો છે તેવી ધમકી આપી મારી સાથે ઝપાઝપી કરતા ત્યાં રાહદારીઓ નીકળતા આ દરમ્યાન પ્રકાશે છરી ઝુટવી લઇ નેફામાં રાખી દીધેલ અને હું ત્યાંથી મારી દિકરીને ટયુશનમાંથી લેવા માટે નીકળી ગયો હતો.

ત્યારબાદ હું સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ હતો અને એક્ષ-રે કરાવવા ગયેલ તે વખતે મારી સાથે ધર્મેશ ઉર્ફે ધવલભાઇ હાજર હોય ત્યારે રાત્રીના બે-એક વાગ્યાના સુમારે આરોપીઓએ મને પ્રકાશે ફડાકા મારી ઇજા કરેલ અને હિતેશ ઉર્ફે ટકાએ ફડાકા મારતા ત્યાંથી હું થોરાળા પોલીસ સ્ટેશન ગયેલ જયાં પણ પ્રકાશે આવીને મને ધમકી આપવા લાગેલ મને શરીરે ઇજા થયેલ હોય થોરાળા પોલીસ સ્ટેશનથી હું 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ગયો હતો.

આ વખતે મારા ભાઇ રમેશભાઈ પુજાભાઈ સોલંકીનાઓ મારી સાથે હાજર હોય તેઓ તેમના મોબાઇલ ફોનમાં વિડીયો ઉતારતા હતા તે વખતે પ્રકાશની પત્નીએ મારા ભાઈ પાસેથી મોબાઇલ ફોન ઝુટવી લઇ દિવાલમાં ઘા કરતા ફોન તૂટી જતા અને મારી સાથે ઝપાઝપી કરતા મારૂૂ જેકેટ ફાટી ગયું હતું. આ મામલે સૌ પ્રથમ ધવલભાઈએ પ્ર. નગર પોલીસમાં ફરિયાદ કરી હોય અને મેં અરજી કરતી એટલે મેં અલગથી આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *