આટકોટમાં પત્નીના મોતના વળતરના બહાને પાટલા સાસુ પર દુષ્કર્મ ગુજારનાર પકડાયો

જસદણના એક ગામમાં કૌટુંબિક સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. બનેવીએ પોતાની સાળી પર દુષ્કર્મ આચર્યું અને આર્થિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. આટકોટ…

જસદણના એક ગામમાં કૌટુંબિક સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. બનેવીએ પોતાની સાળી પર દુષ્કર્મ આચર્યું અને આર્થિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. આટકોટ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી અનિલ ઉગરેજીયાની પત્નીનું બીમારીના કારણે અવસાન થયું હતું. આ ઘટનાનો લાભ ઉઠાવી અનિલે સાસરિયા પક્ષ પાસેથી 2.50 લાખ રૂૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂૂ કરી હતી. પત્નીના મોતના વળતરના બહાને તેણે પોતાની 30 વર્ષીય સાળી પર નજર બગાડી હતી.ફરિયાદ મુજબ, મે 2020માં ભોગ બનનાર પરિણીતા તેના સાસરે એકલી હતી. ત્યારે આરોપી અનિલ ત્યાં પહોંચી ગયો હતો અને બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.આટલેથી ન અટકતા, આરોપી અનિલે સાળીના પિયરમાં પણ જઈને તેની છેડતી કરી હતી અને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી.

રૂૂપિયાની માંગણી અને બદનામીના ડર હેઠળ આરોપી સતત પીડિતાનું શારીરિક અને માનસિક શોષણ કરતો રહ્યો હતો.સતત વધતા ત્રાસથી કંટાળીને અંતે પીડિતાએ મૌન તોડવાનો નિર્ણય કર્યો. તેણે આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનાની ગંભીરતા સમજીને તુરંત અનિલ ઉગરેજીયાને ઝડપી પાડ્યો છે.પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને અન્ય કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનારનું મેડિકલ પરીક્ષણ કરાવીને પોલીસે વધુ તપાસ તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *