જેતપુર શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યા બાદ હવસ સંતોષાય જતા લગ્નનો ઇન્કાર કરી દેતા ભોગ બનનારે હવસખોર યુવક સામે સીટી પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જેતપુર શહેરમાં રહેતી એક યુવતીએ સીટી પોલીસ સ્ટેશનમાં સુધીર મીઠુભાઈ ભટ્ટી નામના યુવક સામે નોંધાવેલ ફરીયાદ મુજબ તેણીના પિતા અને આરોપી વચ્ચે મિત્રતા હતી.
જેથી આરોપી પીડિતાના ઘરે આવતો હોય તેની સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂૂ થતાં બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી, જે બાદ આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી હતી. મારે તારી સાથે જ લગ્ન કરવા છે. કહી નરાધમે એકાદ વર્ષ પૂર્વે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે દરમિયાન યુવતીના ઘરે તેના અને આરોપીના સંબંધ અંગે જાણ થઇ જતાં યુવતીએ નરાધમ માટે પોતાનું ઘર ત્યજી દીધું હતું. બાદમાં હવસખોરે યુવતીને જેતપુરમાં જ એક રૂૂમ રાખી હતી.
જયા યુવતી એકલી રહેતી હતી અને નરાધમ અવાર નવાર ત્યાં ધસી જઈ દુષ્કર્મ ગુજારી લેતો હતો. દરમિયાન યુવતીએ લગ્ન કરવાનું કહેતા હવસખોરે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેતા યુવતીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. જેના માટે ઘર અને પરિવારને તરછોડી દીધા તે શખ્સે જ તરછોડી દેતા યુવતીને આંચકો લાગ્યો હતો. બાદમાં તેણીએ હિંમત દાખવી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે છેતરપિંડીથી દુષ્કર્મ આચરી લેવાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
