Connect with us

ગુજરાત

નવરાત્રીના ગરબાને બનાવો ચકલી ઘર

Published

on


નવરાત્રી મહોત્સવમાં મા આદ્યશકિતની આરાધના માટીનાં ગરબા સ્વરૂૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીનાં ગરબાનું અનેરૂૂ મહત્વ છે. દરેક માતાજીનું વાહન પશુ-પક્ષીઓ હોય છે. આ માતાજીનાં અતિ પવિત્ર ગરબા કે જેનો સદુપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીનાં આશીર્વાદ સૌને મળી શકે. એટલા માટે જ આ માતાજીનાં ગરબામાંથી ચકલીનો માળો બનાવી ખુદ ચકલી માતાજી(ઉડતાં ભગવાન)ને આપણા ઘરમાં જ તેમનુ ઘર આપીએ તો ખૂબ સારૂૂ પર્યાવરણ અને જીવદયાનું કાર્ય થઈ શકે. નવરાત્રીની નવ દિવસની આરાધના જેના પ્રકાશમાં કરીએ છીએ તે ગરબાને દસમે દિવસે મંદીરમાં મૂકવા જવાની પૌરાણીક શ્રદ્ધા છે, ઘણા તેને પાણીમાં પણ પધરાવે છે તેવા સમયે જો ગરબાને તેની ગરીમા અને પવિત્રતા સાથે ચકલીનાં માળા માટે મૂકવામાં આવે તો ચકલી પણ સુરક્ષિત ઘર મેળવી શકે.


સમગ્ર વિશ્વ પણ ચકલી દિન ઉજવીને લુપ્ત થતી ચકલીઓને બચાવવા ઝુંબેશ ચલાવી રહેલ છે તેવા સમયે ગરબાને ચકલીનાં માળા માટે ઉપયોગમાં લઈ ગરબાની પવિત્રતા સાથે પ્રકૃતિના જતનની હિમાયત એનીમલ હેલ્પલાઈનનાં ઘનશ્યામભાઈ ઠકકર, રમેશભાઈ ઠકકર, ધીરેન્દ્ર કાનાબાર, રજનીભાઈ પટેલ, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિષ્ણુભાઈ ભરાડ, પારસભાઈ ભરતભાઈ મહેતા, ગૌરગભાઈ ઠક્કર સહિતની ટીમે કરી છે.

કચ્છ

કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત

Published

on

By

કચ્છના કંડલામાં એક દુર્ઘટના સર્જાઈ છે. કંડલાની એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા દરમ્યાન 5 શ્રમિકોનો મોત થયાં છે. આ ઘટના કંપનીમાં રાત્રીના 12.30 કલાકે સર્જાઈ હતી.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં સુપરવાઈઝર સહિત પાંચ કર્મચારીઓના મોત થયાં છે. આ મામલે કંડલા પોલીસ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટરે વધુ તપાસ હાથ ધરી. દુષિત પાણીની સફાઈ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ 1:16 PM 10/16/2024હતી.

Continue Reading

ગુજરાત

દિગ્વિજય પ્લોટના કારખાનામાંથી પિત્તળના સળિયા ચોરનાર બે મહિલાને ઝડપી લેતી પોલીસ

Published

on

By

રૂા.40 હજારના પિત્તળના સળિયા કબજે કરી ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

જામનગર શહેરમાં થયેલી ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ઝડપી લેવાના ઉદ્દેશ્યથી જામનગર સિટી એ ડીવીઝન પોલીસે સફળતા મેળવી છે. પોલીસે બે મહિલા આરોપીઓને ઝડપી પાડી, ચોરી થયેલ આશરે 40,000 રૂૂપિયાની કિંમતના પીતળના સળિયા કબજે કર્યા છે.


પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જામનગર સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે, તન્ના હોલની સામે પ્રદર્શન ગ્રાઉન્ડના ગેઇટ પાસે બે શંકાસ્પદ મહિલાઓ ચોરી થયેલ પીતળના સળિયા સાથે ઉભી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગીતાબેન પરમાર અને સામુબેન પરમાર નામની બે મહિલાઓને ઝડપી પાડી હતી. તેમની પાસેથી ચોરી થયેલ આશરે 80 કિલો વજનના પીતળના સળિયા કબજે કરવામાં આવ્યા હતા.


પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલી બંને મહિલાઓ સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડા અને તેમની ટીમે સફળતા મેળવી હતી.આ ઘટનાએ જામનગર શહેરમાં ચોરીના ગુનાઓ સામે પોલીસની કાર્યવાહીને વેગ મળ્યો છે.

Continue Reading

ક્રાઇમ

આણદાબાવા ચકલા વિસ્તારમાંથી ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો

Published

on

By

રોકડ-મોબાઇલ મળી રૂા.6500નો મુદ્દામાલ કબજે

જામનગરના સિટી એ. ડિવિઝન ના પોલીસ સ્ટાફે આણદાબાવા વિસ્તારમાંથી એક વેપારીને પોતાના મોબાઈલ ફોનની આઈડી માં ક્રિકેટ મેચનો સટ્ટો રમવા અંગે ઝડપી પાડ્યો છે, અને મોબાઈલ સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.


જામનગરના સીટી એ. ડિવિઝન ના ડી. સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના આંણદાબાવા ચકલા વિસ્તારમાં રહેતો એક વેપારી નિરવ વિજયભાઈ શાહ કે જે પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટો રમી રહ્યો છે, જે બાતમીના આધારે ગઈકાલે રાતે પોલીસે દરોડો પાડી નીરવ શાહને ઝડપી લીધો છે, અને તેની પાસેથી મોબાઇલ ફોન તથા રૂૂપિયા 1500 ની રોકડ રકમ સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.


જુગાર રમી રમતા મળી આવતા રેઇડ દરમ્યાન રોકડા રૂૂપીયા 1,500/- તથા મોબાઇલ ફોન નંગ-1 કી.રૂૂ.5,000/ મળી કુલ રૂૂપીયા 6,500/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઈ જઇ ગુન્હો કર્યા બાબત.

Continue Reading
મનોરંજન58 mins ago

કોણ છે સાઉથના આ સુપરસ્ટાર કે જેની સામે બધા બોલિવૂડ સ્ટાર્સના લગ્ન નિષ્ફળ!,જાણો

કચ્છ1 hour ago

કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત

રાષ્ટ્રીય1 hour ago

જમ્મુ-કાશ્મીરના સીએમ બન્યા ઓમર અબ્દુલ્લા, બીજી વખત લીધા શપથ, INDIA ગઠબંધનના નેતાઓ રહ્યાં હાજર

ગુજરાત2 hours ago

દિગ્વિજય પ્લોટના કારખાનામાંથી પિત્તળના સળિયા ચોરનાર બે મહિલાને ઝડપી લેતી પોલીસ

ક્રાઇમ2 hours ago

આણદાબાવા ચકલા વિસ્તારમાંથી ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો

ગુજરાત2 hours ago

જામનગરના કારખાનેદાર સાથે મહેતાજીની પાંચ કરોડની ઠગાઇ

ગુજરાત2 hours ago

તમામ સરકારી કચેરીમાં કામ વગર આવતા લોકો માટે જાહેર કરાઇ પ્રવેશબંધી

ગુજરાત2 hours ago

રોગચાળાના કાળના ખપ્પરમાં વધુ એક જિંદગી હોમાઈ: યુવકનું ડેન્ગ્યુથી મોત

ક્રાઇમ2 hours ago

રાજકોટ રેલવે સ્ટેશને બરૌની એક્સપ્રેસમાંથી દેશી તમંચો અને બે કારતૂસ રેઢા મળ્યા

ગુજરાત2 hours ago

પાલિતાણાના જામવાળી ગામે 23 બાળકોને ફૂડ પોઇઝનિંગ

ક્રાઇમ21 hours ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

આંતરરાષ્ટ્રીય21 hours ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ગુજરાત21 hours ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત21 hours ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

ગુજરાત2 days ago

ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા રાજકોટમાં માંગ

ગુજરાત22 hours ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

ગુજરાત21 hours ago

ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

કચ્છ2 days ago

રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ

ગુજરાત2 days ago

રોગચાળો બેકાબૂ: ડેેન્ગ્યુએ વધુ બે ભોગ લીધા

ગુજરાત2 days ago

વિવિધ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરાશે

Trending