Connect with us

અમરેલી

અમરેલીના યુવાનને ‘લૂંટેરી દુલ્હન’ ભટકાઇ: લગ્નના પાંચ દિવસ બાદ 1.70 લાખ લઇ ફરાર

Published

on


અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામે રહેતા એક યુવકના લગ્ન થતા ન હોય સભાડીયાના એક વ્યકિતની મદદથી ખેડા જિલ્લાના પીપળ ગામની યુવતી સાથે રૂૂપિયા 1.70 લાખ ચુકવી ફુલહાર વિધીથી લગ્ન કરાયા હતા.
યુવતી યુવકના ઘરે પાંચ દિવસ રોકાયા બાદ રફુચક્કર થઇ ગઇ હતી. આ બારામા યુવકે ત્રણ વ્યકિત સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.


રાકેશભાઇ કાળુભાઇ ચૌહાણ (ઉ.વ.33) નામના યુવકે અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ત્રણેક મહિના પહેલા તેના પિતા કાળુભાઇએ સભાડીયામા રહેતા ચતુરભાઇ ભીખાભાઇ પાટડીયાને લગ્ન બાબતે વાત કરી હતી.


જેથી તેણે ખેડાના પીપળ ગામે રહેતા રાજુભાઇ સાથે ફોન પર વાત કરી હતી અને રૂૂપિયા બે લાખમા લગ્ન કરાવી આપવાનુ નક્કી કરાયુ હતુ.રાકેશભાઇ તેમજ તેમના પિતા, કાકા, ભાઇ તથા ભાભી વિગેરે પીપળ ગામે ગયા હતા.
અહી રાજુભાઇ પટેલના ઘરે ગયા હતા અને તેણે તેમની બહેન રેખાબેન રમણભાઇ પટેલ સાથે લગ્ન કરાવી આપીશુ રૂૂપિયા 1.70 લાખ આપવા પડશે. જેથી તેમને રૂૂપિયા આપી દીધા હતા અને બાદમા રેખાબેન સાથે ફુલહાર વિધીથી લગ્ન થયા હતા.


લગ્નના પાંચ દિવસ બાદ રાજુભાઇ પટેલ અને ચતુરભાઇ ઘરે ઢગ લઇને આવ્યા હતા અને રેખાબેનને પાંચ દિવસ બાદ મોકલી આપીશુ કહી તેને તેડી ગયા હતા. જો કે વીસેક દિવસ થવા છતા રેખાબેન આવ્યા ન હતા.
બાદમા રાજુભાઇ પટેલ કે રેખાબેનનો કોઇ સંપર્ક થયો ન હતો. જેથી આ ત્રણેયે મળી 1.70 લાખની છેતરપીંડી આચરી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઇ જે.કે.પાંડવ ચલાવી રહ્યાં છે.

અમરેલી

વડિયામાં અનુસૂચિત જાતિના યુવાનને માર મારી હડધૂત કર્યાની ત્રણ સામે ફરિયાદ

Published

on

By


અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા એવા વડિયા ની ભાગોળે આવેલા સાકરોડા ગામના દલિત યુવક વડિયા બસસ્ટેન્ડ માં પોતાનું મોટરસાયકલ મૂકીને ત્યાંથી મજૂરી કામે ગયા હોય સાંજના સમયે તે પરત ફરી મોટર સાયકલ લેવા ગયા ત્યારે એક બિસ્કિટ નુ પેકેટ લઇ ને એક ગાયને તેમાંથી બિસ્કિટ નાખતા તે ગાય પાસે જતા ઉભેલા શખ્સો એ ગાય સાથે ખરાબ કૃત્ય કરે છે તેવુ કહી ઢીંકા પાટુના માર મારીને જાતિ પ્રત્યે અપમાન જનક શબ્દો બોલીને તેને હડધૂત કરી વિડિઓ વાઇરલ કરેલ હતા જે બાબતે તારીખ 28/11/2024 થી આ બનાવ બાબતે સમગ્ર ગામમાં ચર્ચાઓ અને વિડિઓ વાઇરલ થતા જોવા મળ્યા હતા.આ બાબતે દલિત સમાજના યુવા આગેવાનો એ ફરિયાદ દાખલ કરાવવા આગળ ની તજવીજ હાથ ધરતા તારીખ 02/12/2024 ના રોજ ભોગ બનેલા દલિત યુવાન પર થયેલા અત્યાચાર બાબતે વડિયા ના ડો.આંબેડકર ચોક થી મોટી સંખ્યા માં રેલી સ્વરૂૂપે દલિત સમાજના લોકો એકત્રિત થઈ પોલીસ સ્ટેશન ભોગ બનનાર દલિત યુવક ની ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા.


આ બાબતે બે દિવસ થી લોકમુખે થતી ચર્ચા કે કોના સામે ગુનો દાખલ થશે, ઓરીજનલ વિડિઓ ના આધારે થશે કે પછી અમુક લોકો સામે જ ગુનો દાખલ થશે તેનો અંત આવ્યો હતો. ગુનો દાખલ થયાના દિવસે એક સોશ્યલ મીડિયા ન્યૂઝ ના બ્રેકીંગ પોસ્ટર માં જે નામો લખવામાં આવ્યા હતા તે નામ ફરિયાદ માં નથી ત્યારે તે પોસ્ટર પણ ચર્ચાનો વિષય બન્યો હતુ જોકે સમગ્ર પ્રકરણ માં પોલીસ આ ઘટનાના તમામ વિડિઓ આગેવાનો અને સોશ્યલ મીડિયામાંથી એકત્ર કરી આગળની તપાસ કરે તો વિડિઓ ના આધારે હજુ અનેક નમો ખુલી શકે તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.હાલ તો ભોગ બનનાર ફરિયાદી ની ફરિયાદ ના આધારે વડિયા પોલીસમાં બીએનએસ કલમ 115 (2),352, 354 એનએસ અને અનુ. જાતિ ને અનુ. જન જાતિ પ્રતિબંધ અધિનિયમ 3(1)(e), 3(1)(r), 3(1)(s), 3(2)(va)ns મુજબ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આગળ ધરવામા આવી છે.

Continue Reading

અમરેલી

ધારી બનશે રાજ્યની 160મી નગર પાલિકા, આસપાસના ચાર ગામ ભેળવાશે

Published

on

By

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે.


અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડીયાર માતા મંદિરથી 6 કિલોમીટરના અંતરે વસેલું છે. એટલું જ નહિં, ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર આવેલા હોઈ મોટી સંખ્યામાં વર્ષ દરમ્યાન પ્રવાસીઓ આવતા રહે છે.


આ આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વ અભયારણ્ય વિસ્તારમાં આવનારા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેમજ સ્થાનિક રોજગારી સાથે આર્થિક-સામાજિક જીવનમાં પણ ઉન્નતિ થાય તેવા પ્રવાસન વિકાસના ધ્યેય સાથે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.એટલું જ નહિં, ધારી તાલુકાના 25 જેટલા ગામો જંગલ વિસ્તારના હોવાથી ક્યારેક જંગલની આગના બનાવો બને તેવા સમયે ફાયર ફાઈટર અને અગ્નિશમન સેવાઓ પણ આ નગરપાલિકા દ્વારા સરળતાએ સમયસર મળે તેવો આશય પણ નગરપાલિકાની રચનામાં રહેલો છે.


ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે તેમજ નગરપાલિકાની નાગરિક લક્ષી સુવિધા મળવાથી લોકોના ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.આ ધારી નગરપાલિકા રાજ્યની 160મી નગરપાલિકા બનશે. અત્યારે નઅથ વર્ગની 22, નબથ વર્ગની 30, નકથ વર્ગની 60 અને નડથ વર્ગની 42 મળી કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે.હવે તેમાં આ નવી પડથ વર્ગની નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત અન્ય એક નિર્ણય લઈને સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને અનુમતિ આપી છે.

Continue Reading

અમરેલી

અમરેલીની બેંકમાં ચોરીનો પ્રયાસ: રૂા. 60 લાખની રોકડ અને સોનું બચી ગયું

Published

on

By


અમરેલી જિલ્લામા તસ્કરોની રંજાડ વધી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે અમરેલી તાલુકાના બાબાપુરમા આવેલ સરકારી બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.
બેંકના મેનેજર નરેશભાઇ મોહનભાઇ બલાઇએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તારીખ 25ના રોજ તેઓ કલેરીકલ સ્ટાફ સાથે બ્રાંચ બંધ કરીને ઘરે જતા રહ્યાં હતા. બેંકના કામકાજ દરમિયાન થયેલ નાણાકીય વ્યવહારના રૂૂપિયા 60 લાખ મેઇન તિજોરીમા મુકયા હતા તેમજ બાજુમા ગોલ્ડ લોનનુ સોનુ હતુ તે મુકેલ હતુ.


બાદમા તારીખ 26ના રોજ સવારે તેઓ બ્રાંચ ખાતે ગયા ત્યારે બેંકના તાળા તુટયા હોવાની જાણ થઇ હતી. કોઇ તસ્કરોએ બેંકમા પ્રવેશવાના દરવાજા તેમજ સ્ટ્રોંગરૂૂમ જવાના દરવાજાના તાળા તોડયા હતા. આ ઉપરાંત તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની વધુ તપાસ એએસઆઇ એમ.ડી.જોષી ચલાવી રહ્યાં છે.

Continue Reading
કચ્છ6 hours ago

ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત

રાષ્ટ્રીય6 hours ago

‘તમે જ બધા જવાબ આપી દો…’જાણો શા માટે મોદી સરકારના મંત્રીઓ પર ઓમ બિરલા ગુસ્સે થયા

રાષ્ટ્રીય6 hours ago

દહેજમાં દુલ્હાને 2.5 કરોડ, જૂતાં ચોરીના 11 લાખ, નિકાહ કરાવનાર કાજી પણ રાજી

રાષ્ટ્રીય6 hours ago

નિયમોના ઉલ્લંઘન બદલ અદાણીની 4 કંપનીઓને સમાધાનની ઓફર કરી

રાષ્ટ્રીય6 hours ago

મહારાષ્ટ્રમાં સરકાર રચનાનો માંચડો તૈયાર: ગુરુવારે મુખ્યમંત્રી, બે ડેપ્યુટી CM શપથ લેશે

રાષ્ટ્રીય6 hours ago

તમાકુ ઉત્પાદનો, ઠંડાપીણા સાથે રેડીમેડ ગાર્મેન્ટ મોંઘા થશે

ગુજરાત6 hours ago

જિલ્લામાં 14 નાયબ મામલતદારની આંતરિક બદલીનો કલેકટરનો ઓર્ડર

ગુજરાત6 hours ago

આઇસક્રીમમાંથી ફેટ કાઢી ચીઝમાં તેલની ભેળસેળ

ગુજરાત7 hours ago

સ્માર્ટ સિટી સહિતના કામોનું તા.13મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

ગુજરાત7 hours ago

કાલથી શહેર-જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં E-kyc થશે

રાષ્ટ્રીય14 hours ago

‘અમે ઈન્દિરાને પણ છોડ્યા નથી, હવે તમારો વારો છે..’, બાગેશ્વર બાબાને મળી જાનથી મારી નાખવાની ધમકી

કચ્છ6 hours ago

ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત

ગુજરાત1 day ago

કલમ 307 હટાવવા સામે સરધારાનો વિરોધ, CPથી માંડી CM-PM સુધી રજૂઆત

ગુજરાત1 day ago

PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત

ક્રાઇમ1 day ago

લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી

ગુજરાત1 day ago

મફત વીજળી યોજના અંગે કાલથી મનપાનો વોર્ડવાઇઝ કેમ્પ

ગુજરાત1 day ago

સર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્

ગુજરાત1 day ago

મનપાના સફાઇ કામદારો દ્વારા આજથી બેમુદતી ધરણાંનો પ્રારંભ

ગુજરાત1 day ago

એસ.ટી.ની બસમાં ડેકીની સાફ સફાઇ નહીં થતા મુસાફરોનો સામાન ધૂળધાણી

આંતરરાષ્ટ્રીય1 day ago

પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડયા: 100નાં મોત

Trending