ગુજરાત

નવરાત્રીના ગરબાને બનાવો ચકલી ઘર

Published

on


નવરાત્રી મહોત્સવમાં મા આદ્યશકિતની આરાધના માટીનાં ગરબા સ્વરૂૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીનાં ગરબાનું અનેરૂૂ મહત્વ છે. દરેક માતાજીનું વાહન પશુ-પક્ષીઓ હોય છે. આ માતાજીનાં અતિ પવિત્ર ગરબા કે જેનો સદુપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીનાં આશીર્વાદ સૌને મળી શકે. એટલા માટે જ આ માતાજીનાં ગરબામાંથી ચકલીનો માળો બનાવી ખુદ ચકલી માતાજી(ઉડતાં ભગવાન)ને આપણા ઘરમાં જ તેમનુ ઘર આપીએ તો ખૂબ સારૂૂ પર્યાવરણ અને જીવદયાનું કાર્ય થઈ શકે. નવરાત્રીની નવ દિવસની આરાધના જેના પ્રકાશમાં કરીએ છીએ તે ગરબાને દસમે દિવસે મંદીરમાં મૂકવા જવાની પૌરાણીક શ્રદ્ધા છે, ઘણા તેને પાણીમાં પણ પધરાવે છે તેવા સમયે જો ગરબાને તેની ગરીમા અને પવિત્રતા સાથે ચકલીનાં માળા માટે મૂકવામાં આવે તો ચકલી પણ સુરક્ષિત ઘર મેળવી શકે.


સમગ્ર વિશ્વ પણ ચકલી દિન ઉજવીને લુપ્ત થતી ચકલીઓને બચાવવા ઝુંબેશ ચલાવી રહેલ છે તેવા સમયે ગરબાને ચકલીનાં માળા માટે ઉપયોગમાં લઈ ગરબાની પવિત્રતા સાથે પ્રકૃતિના જતનની હિમાયત એનીમલ હેલ્પલાઈનનાં ઘનશ્યામભાઈ ઠકકર, રમેશભાઈ ઠકકર, ધીરેન્દ્ર કાનાબાર, રજનીભાઈ પટેલ, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિષ્ણુભાઈ ભરાડ, પારસભાઈ ભરતભાઈ મહેતા, ગૌરગભાઈ ઠક્કર સહિતની ટીમે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version