વડોદરામાં મોટી દુર્ઘટના: સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ઉપરનું સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું મોત

    વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં મોટી દુર્ઘટના બની હતી. બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાહી થયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું…

 

 

વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં મોટી દુર્ઘટના બની હતી. બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાહી થયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટનાને લીએન સમગ્ર બસ સ્ટેશનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર બસ સ્ટેશનના ઉપરના ભાગનું બાંધકામ અચાનક ધરાશાહી થયું હતું. ભારેખમ સ્ટ્રક્ચર નીચે આવતા ત્યાં હાજર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું છે. આ જાણ થતાંતાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે સુરક્ષાના કારણોસર સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *