બાકીના 28 ઉમેદવારો સાંજ સુધીમાં ફાઈનલ થઈ જતાં કાલે ફોર્મ ભરશે, કાચી યાદી સ્થાનિક નેતાઓને મોકલી દેવાઈ, મંજુરી મળે એટલે સતાવાર જાહેરાત
વોર્ડ નં.8ના ઉમેદવારો ઘોડે ચડીને આવ્યા, અન્યોએ ટેકેદારો સાથે ઢોલના ધબકારે ચૂંટણી જંગમાં કુદાવ્યું
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે આંતરિક વિખવાદોના ભય વચ્ચે અગાઉ જાહેર કરેલા 44 ઉમેદવારોએ આજે વાજતે ગાજતે ઉમેદવારી પત્રકો ભરી દીધા હતાં જ્યારે બાકીના 32 ઉમેદવારોનું લિસ્ટ જાહેર થવાનું હજુ બાકી હોવાથી કોંગ્રેસના સ્થાનિક નેતાઓ હજુ વેઈટ એન્ડ વોચમાં છે. જો કે, શહેર કોંગ્રેસનાં નેતાઓને હાઈકમાન્ડ દ્વારા બાકીના ઉમેદવારોનું બિન સતાવાર લિસ્ટ સોંપી દેવામાં આવ્યું છે અને ફોર્મ તૈયાર રાખવાની સુચના આપવામાં આવી છે. ઉપરથી મંજુરી મળ્યે ફોર્મ ભરી દેવા જણાવાયું છે.
શહેર-કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે જે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે તેવા તમામ 40 ઉમેદવારોના ઉમેદવારી પત્રકો આજે ભરાવી દેવામાં આવ્યા છે જ્યારે બાકીના 32 ઉમેદવારોના નામ સાંજ સુધીમાં આવી જતાં આવતીકાલે છેલ્લા દિવસે ઉમેદવારીપત્રકો ભરાવવામાં આવશે.
આજે કોંગ્રેસના વિવિધ વોર્ડનાં કુલ 44 ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી પત્રકો ભર્યા હતાં. વોર્ડ નં.8ના ઉમેદવારો રણજીત મુંધવા અને મેહુલ મકવાણા તો ઘોડે ચડીને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતાં.
જ્યારે અન્ય ઉમેદવારો મહાત્મા ગાંધી, સરદાર પટેલ તથા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી ઢોલ નગારા સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતાં.
આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે પરંતુ આજથી જ ફોર્મ ભરવા ધસારો થતાં અત્યાર સુધી ઠંડો રહેલો રાજકીય માહોલ અચાનક ગરમાઈ ગયો છે. કાર્યકરોમાં પણ જોમ-જુસ્સો જોવા મળી રહ્યાં છે.
આવતીકાલ સુધીમાં ભરાનાર ફોર્મની સોમવારે ચકાસણી થનાર છે અને તા.15મીએ ફોર્મ પાછા ખેંચવાનો દિવસ છે. ત્યારે તા.15મીએ સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થનાર છે. આવી સ્થિતિમાં ઉમેદવારોને પ્રચાર માટે તા.24 એપ્રિલ સુધી એટલે કે, માત્ર 9 દિવસ જ મળતા હોય, દરેક રાજકીય પક્ષો માટે રાત ઓછીને વેહ જાજા’ જેવી સ્થિતિ સર્જાનાર છે.
કોંગ્રેસમાંથી આર.જે.આભા મેદાને?
વોર્ડ નં.10માંથી ટિકિટ આપી ભાજપને ચોંકાવવાનો વ્યુહ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે હજુ 32 ઉમેદધવારોના નામ બાકી રાખ્યા છે પરંતુ તેની પાછળ કોંગ્રેસનો રાજકીય વ્યુહ હોવાનું જણાવાઈ રહ્યું છે. કોંગ્રેસના આધારભૂત સુત્રોમાંથી મળતી મુજબ કોંગ્રેસ કેટલાક જાણીતા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતારીને ભાજપને ચેકમેટ આપી શકે છે. સુત્રોના કહેવા મુજબ કોંગ્રેસે વોર્ડ નં.10માંથી રેડિયો જોકી આભાને મેદાનમાં ઉતારવા તૈયારી કરી છે અને સાંજ સુધીમાં તેના નામની સતાવાર જાહેરાત કરવામાં આવે અથવા તો સીધુ જ ફોર્મ ભરાવી દેવામાં આવે તેવી શકયતા છે. આર.જે.આભા રેડિયોના કારણે ભારે લોકપ્રિય છે અને આ લોકપ્રિયતાના આધારે કોંગ્રેસ તેને રાજકીય મેદાનમાં ઉતારી રહી છે. ત્યારે મતદારો આર.જે.આભાને કેટલા સ્વિકારે છે તે તો સમય જ બતાવશે.
કોંગ્રેસના 44 ઉમેદવારોની યાદી
વોર્ડ નં.1 રમેશભાઇ ઝુન્ઝા (ભરવાડ)
વોર્ડ નં.2 ગીતાબેન પરમાર
વોર્ડ નં.2 નયનાબા જાડેજા
વોર્ડ નં.2 સલીમભાઇ કરિયાણી
વોર્ડ નં.3 અતુલ રાજાણી
વોર્ડ નં.3 દિનેશ મકવાણા
વોર્ડ નં.3 ગાયત્રીબા વાધેલા
વોર્ડ નં.3 આરતીબેન આસવાણી
વોર્ડ નં.4 શીતલબેન પરમાર
વોર્ડ નં.4 કલ્પનાબેન ગોસ્વામી
વોર્ડ નં.4 ઠાકરશીભાઇ ગજેરા
વોર્ડ નં.4 દિપકભાઇ મકવાણા
વોર્ડ નં.5 હંસાબેન સોનારા
વોર્ડ નં.5 રૈયાભાઇ બાંભવા
વોર્ડ નં.5 જીતેન્દ્રભાઇ રૈયાણી
વોર્ડ નં.6 દક્ષાબેન મકવાણા
વોર્ડ નં.6 દેવુબેન જાદવ
વોર્ડ નં.6 શૈલેષભાઇ સાકરીયા
વોર્ડ નં.6 ઉકેશભાઇ રબારી
વોર્ડ નં.8 રણજીતભાઇ મુંધવા
વોર્ડ નં.9 ગીરીશભાઇ ઘરસંડિયા
વોર્ડ નં.10 ભાર્ગવીબા દેવેન્દ્રસિંહ ગોહેલ
વોર્ડ નં.10 ભાવેશભાઇ ચૌહાણ
વોર્ડ નં.10 ડો.રતિલાલ ડોબરીયા
વોર્ડ નં.12 ઉર્વશીબેન જાડેજા
વોર્ડ નં.12 કમલેશભાઇ કોઠીવાળ
વોર્ડ નં.12 સંજયભાઇ અજુડીયા
વોર્ડ નં.13 અંજનાબેન પંચાસરા
વોર્ડ નં.13 શાંતાબેન મકવાણા
વોર્ડ નં.13 મેપાભાઇ કણસાગરા
વોર્ડ નં.13 સુનીલભાઇ ચાવડીયા
વોર્ડ નં.14 સરયુબેન શિયાણી
વોર્ડ નં.14 પ્રિતેશભાઇ ચાવડીયા
વોર્ડ નં.14 અનિશભાઇ જોશી
વોર્ડ નં.16 રસીલાબેન ગેરૈયા
વોર્ડ નં.16 દિપ્તીબેન સોલંકી
વોર્ડ નં.16 મહિપાલભાઇ ચૌહાણ
વોર્ડ નં.16 ઇબ્રાહીમભાઇ સોરા
વોર્ડ નં.17 ગાયત્રીબેન ભટ્ટ
વોર્ડ નં.17 યોગીતાબેન જાડેજા
વોર્ડ નં.17 શૈલેષભાઇ રૂપાપરા
વોર્ડ નં.18 માનસીબેન બુટાણી
વોર્ડ નં.18 રવિભાઇ જીતીયા
વોર્ડ નં.18 નીતિનભાઇ ભંડેરી
