મહાવદ તેરસને રવિવાર તા.15 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રી છે. યોગ 26 હોય છે તેમા વ્યતિપાત નામ નો યોગ ખાસ કરીને દાન ઉપવાસ પૂજા તર્પણ માટે અત્યંત ઉત્તમ ફળકારી માનવામાં આવે છે આ વર્ષે શિવરાત્રીના દિવસે આખો દિવસ તથા રાત્રી ના 2.45 કલાક સુધી વ્યતિપાત યોગ છે જે શિવ પૂજા ઉપાસના માટે ઉત્તમ ફળદાય રહેશે.
(વ્યતિપાત યોગ ને શુભ કાર્ય માં લેવાતો નથી) જ્યારે પૂજા પાઠ જપ તપ માટે ઉત્તમ ફળ આપનાર બને છે આથી આ દિવસે કરેલ રુદ્રી લઘુરુદ્ર શિવ ઉપાસના ઉત્તમ ફળ આપનાર બનશે તે ઉપરાંત આ દિવસે ઉપવાસ રહી તલ નુ દાન સંપુટ દાન દેવું જોઈએ વસ્ત્ર દાન પણ શુભ ફળ આપશે.
આ દિવસે શિવજી ની કોઈપણ ઉપાસના કરવી અથવા તો ૐ નમ: શિવાય પંચાક્ષર મંત્ર ની 21 અથવા 108 માળા કરવી ઉત્તમ ફળ આપનાર અને સિદ્ધિ આપનાર બનશે મુસીબતો દૂર થશે મૃત્યુંજય મંત્રના જપ કરી શકાય છે. મહા શિવરાત્રી ના દિવસે આઠ પ્રહર ની પૂજામાં મુખ્ય રાત્રીના ચાર પ્રહરની પૂજા મહત્વ ની ગણાય છે. રાત્રીના ચાર પ્રહરની પૂજા
પહેલા પ્રહર:- મહાદેવજી ઉપર જળધારા કરી અને ચંદન- ચોખા કમળ, કરેણના પુષ્પ વડે પૂજા કરવી નૈવેધમા સુખડી ધરાવવી.
બીજા પ્રહર ની પૂજા-મહાદેવજીને જળ ચડાવી બીલીપત્ર અર્પણ કરવા તથા શ્રીફળ અર્પણ કરવું. ત્રીજા પ્રહરમાં- મહાદેવજીને દુધ તથા જળ ચડાવી ઘઉં તથા આકડાના પુષ્પો અર્પણ કરવા તથા માલપુવા નું નૈવેધ ચૂરમાના લાડુ ધરવા..બિલિપત્ર અર્પણ કરવા. ચોથા પ્રહર :- જળ ચડાવ્યા બાદ અડદ, મગ, સાત ધાન્ય ચડાવવા તથા બિલીપત્ર ચડાવવા દૂધના મિષ્ટાનનું નૈવેદ્ય ધરાવું.શિવપૂજામાં ત્રણેય ભગવાનની પૂજા આવી જાય છે. શિવલિંગમાં મૂળ મા બ્રહ્મા મધ્ય વિષ્ણુ અને ઉપર સ્વયં શિવજી છે. આમ શિવલિંગની પૂજા કરવાર્થી ત્રણેય ભગવાનની પૂજાનું ફળ મળે છે.
ચંડીપાઠ માં આપેલ શ્ર્લોક પ્રમાણે વર્ષ મા ચાર રાત્રી મુખ્ય ગણાય છે (1) કાલરાત્રી એટલે કે કાળી ચૌદસની રાત્રી (2) મહારાત્રી એટલે કે શિવરાત્રી ની રાત્રી (3) મોહરાત્રી એટલે કે જન્માષ્ટમી ની રાત્રી (4) દારુણ રાત્રી એટલે કે હોળી ની રાત્રી. આમ કાળી ચૌદસ ની રાતે મહાકાળી માતાજી નું પૂજન હનુમાનજીનું પૂજન કાલભૈરવ દાદાનું પૂજન નું મહત્વ છે જ્યારે મહાશિવરાત્રીની રાતે શિવપૂજા નુ મહત્વ છે અને હોળીની રાતના તંત્ર પૂજા નું મહત્વ છે જ્યારે જન્માષ્ટમી ને રાત્રે શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા ઉપાસનાનું મહત્વ છે આમ વર્ષમાં ચાર મુખ્ય રાત્રીમાં એક શિવરાત્રી ગણાય છે શિવરાત્રીના દિવસે ઉપવાસ અને એકટાણું કરે ખાસ કરીને દિવસ દરમિયાન તથા રાત્રી દરમિયાન પૂજા કરવાથી મનની શુભ મનોકામના પૂર્ણ થાય છે.જન્મકુંડળીમાં ચંદ્ર +રાહુ નો ગ્રહણ યોગ હોય શની +ચંદ્ર નો વિષયોગ હોય કેમદ્રુમ યોગ હોય ચંદ્ર નબળો હોય તો શિવજીને જળ ચઢાવવાથી લાભ મળે છે માનસિક શાંતિ મળે છે, શિવ જલધારા પ્રિય શિવજી ને જળ ચડાવવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.
તે ઉપરાંત શિવજીને દૂધ ચડાવાથી આરોગ્ય ની પ્રાપ્તિ થાય છે. શિવજીને મધ પણ ચડાવવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. શિવજી ને ધ્રોકડ ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિવજી ને દર્ભ ( દભારો) ચડાવવાથી પાપનો નાશ થાય છે.રાત્રીના ચાર પ્રહરની વિગત: પ્રથમ પ્રહર રાત્રે 6.44 થી 9.53, બીજો પ્રહર રાત્રે 9.53 થી 1.02, ત્રીજો પ્રહર રાત્રે 1.02 થી 4.11, ચોથો પ્રહર રાત્રે 4.11 થી 7.19 સુધી છે. સંકલન – શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંતરત્ન)
રાશી પ્રમાણે શિવજીની પૂજા
(1)મેષ રાશી (અ,લ,ઈ)- શેરડીના રસ થી અભિષેક કરવો તથા સુખડી નું નૈવૈદ્ય ધરાવવું.
(2)વૃષભ રાશી (બ,વ,ઉ)- સાકરવાળા પાણી થી દુધથી અભિષેક કરવો પેંડાનું નેવેદ્ય ધરાવવું.
(3) મિથુન રાશી (ક,છ, ઘ)- કાળા તલથી તથા દુધ થી અભિષેક કરવો સકરીયાનો શીરો ધરાવવો.
(4) કર્ક રાશી (ડ, હ)- દુધથી તથા સાકરવાળા પાણીથી અભિષેક કરવો નૈવેદ્ય માં રાજગરાનો શિરો ધરાવવો.
(5)સિહ રાશી (મ,ટ)- ઘી તથા ચણાની દાળથી અભિષેક કરવો ચણાની દાળની બનેલ વસ્તુનું નૈવૈદ્ય ધરાવવું.
(6)ક્ધયા રાશી (5,ઠ,ણ)- મધ થી તથા દુધ થી અભિષેક કરવો નૈવેધ મા દુધ પાક ધરાવવો.
(7) તુલા રાશી (ર,ત) – શેરડી ના રસથી અભિષેક કરવો, દુધની મીઠાઈ ધરાવવી.
(8) વૃશ્ચિક રાશી (ન,ય):- બીલીપત્ર તથા દુધ થી અભિષેક કરવો નૈવેધ મા તલની વસ્તુ ધરાવવી.
(9) ધન રાશી (ભ,ફૂ,ધ,ઢ)- શેરડી નો રસ તથા સાકરવાળુ પાણીથી અભિષેક કરવો, નૈવેધમાં અળદીયા ધરાવવા.
(10)મકર રાશી (ખ,જ)- કાળા તલથી અભિષેક કરવો, માલપૂવા ધરાવી શકાય.
(11) કુંભ રાશી (ગ,સ,શ)- કાળા તલ સાકરવાળુ જળ તથા મધથી અભિષેક કરવો, અડદીયા ધરાવવા.
(12)મીન રાશી (દ,ચ,ઝ,થ)- ઘી તથા દુર્વાથી તથા દુધથી અભિષેક કરવો નેવૈદ્ય મા પીળી મીઠાઈ ધરવી.
નિશીથ કાળ રાત્રે 12:37 થી 1:25 સુધી છે . આ સમયે પણ શિવજી ઉપર રૂૂદ્રી પૂજા અભિષેક કરાવી શકાય છે અને ઉત્તમ ફળ આપનાર છે.
