વ્યાજખોરીને નાબુદ કરવા ભક્તિનગર અને આજીડેમ પોલીસ મથકે ‘લોનમેળા’નું આયોજન કરાયું

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી સ્તરે ગેરકાયદેસર વ્યાજખોરી કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ખાસ ઝુંબેશ આગામી…

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી સ્તરે ગેરકાયદેસર વ્યાજખોરી કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ખાસ ઝુંબેશ આગામી તા. 15/03/2026 થી તા. 14/04/2026 સુધી અમલમાં રહેવાની છે, જે અંતર્ગત વ્યાજખોરો વિરુદ્ધ સખત પગલાં ભરવાનું આયોજન ડી.જી.પી.ની કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂૂપે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે કે આર્થિક રીતે નબળા અને જરૂૂરિયાતમંદ લોકો વ્યાજખોરોની જાળમાં ન ફસાય તે હેતુથી તેમને બેંકો દ્વારા મળતી વિવિધ લોન યોજનાઓ વિશે જાગૃત કરવામાં આવે.

પોલીસ કમિશનરની આ સૂચનાના અમલીકરણના ભાગરૂૂપે તા. 07/04/2026ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે એક વિશાળ ’લોન મેળા’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ બ્રાન્ચ) જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે નાયબ પોલીસ કમિશનર ઝોન-1 હેતલ પટેલ તથા મદદનીશ પોલીસ કમિશનર (પૂર્વ વિભાગ) બી.વી. જાદવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ લોન મેળામાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને આર્થિક મુશ્કેલીનો સામનો કરતા અનેક જરૂૂરિયાતમંદ નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ આયોજનમાં વિવિધ બેંકો અને માઈક્રો ફાયનાન્સ સંસ્થાઓના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને બેંકના પ્રતિનિધિઓ દ્વારા જનતાને બેંકો દ્વારા આપવામાં આવતી વિવિધ લોન યોજનાઓની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે તેઓ વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાવાને બદલે બેંકિંગ સુવિધાઓનો મહત્તમ લાભ લે. વધુમાં, પોલીસે એવી પણ ખાતરી આપી હતી કે જો કોઈ વ્યક્તિ અત્યારે વ્યાજખોરોના ત્રાસનો ભોગ બની રહી હોય, તો તેમણે તુરંત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ જેથી કાયદેસરની કાર્યવાહી કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *