ગોંડલ ચોકડી પાસે રૂા.46 હજારના વિદેશી દારૂ ભરેલી થાર ઝડપાઈ

ગોંડલ રોડ ઉપર મહીરાજ હોટેલ પાસે પીસીબીની ટીમે મહિન્દ્રા થારમાંથી 46 હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી રૂા.10.46 લાખ નો મુદ્દમાલ કબજે કર્યો…

ગોંડલ રોડ ઉપર મહીરાજ હોટેલ પાસે પીસીબીની ટીમે મહિન્દ્રા થારમાંથી 46 હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી રૂા.10.46 લાખ નો મુદ્દમાલ કબજે કર્યો છે.પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેર વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવાની સૂચના અન્વયે પીસીબીની ટીમને મોટી સફળતા મળી છે.

પીસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોંડલ રોડ પર દરોડો પાડ્યો હતો. ગોંડલ રોડ ચોકડીથી ગોંડલ તરફ જતા માર્ગ પર મહીરાજ હોટેલ સામે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી શંકાસ્પદ મહિન્દ્રા થાર કાર નંબરGJ-03-PJ-8146 ને અટકાવી તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂૂની બોટલો મળી આવી હતી. પોલીસે કાર ચાલક કુલદિપભાઇ ગોરઘનભાઇ પાથર (ઉ.વ. 25, રહે. શ્રમજીવી સોસાયટી, રણુજા મંદિર પાસે, રાજકોટ) ની અટકાયત કરી હતી. પીસીબીની ટીમે 46 હજારના વિદેશી અને વાહન મળી કુલ રૂા. 10,46,656 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *