વેરાવળ પોલીસે રૂા.5.70 લાખનો દારૂ ઝડપ્યો, આરોપી ફરાર

પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ.વી. રાજપુત તથા પો. સબ ઇન્સ એ.સી.સિંધવ તથા પો.સબ ઇન્સ. એચ.એલ. જેબલીયા નાઓની રાહબરી હેઠળ…

પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ.વી. રાજપુત તથા પો. સબ ઇન્સ એ.સી.સિંધવ તથા પો.સબ ઇન્સ. એચ.એલ. જેબલીયા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. હિતેશભાઇ વાળા તથા નરેન્દ્રભાઇ પટાટ તથા પો. કોન્સ. રોહિતભાઇ ઝાલાને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે વેરાવળ, ડાભોર રોડ, પાર્ક સામે, ગુરૂૂ નાનક ચોકમાં પ્રોહી અંગે રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- 1680 નો વિપુલ પ્રમાણમાં જથ્થો પકડી પાડી વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.-221/26 પ્રોહી એકટ ક.-6પઇ, 81, 98(2) મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કેસમાં પોલીસે રોહિત ઉર્ફે રેમ્બો, રમેશભાઇ બારીયા રહે.વેરાવળ મોટી કાળીવાડ બારીયા શેરી જુની ગરબી ચોક ફરાર થયો હતો. પોલીસે અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- 1680/- જેની કિ.રૂૂા.-5,70,000/- સાથે ફોરવ્હીલ કાર રેનોલ્ટ ડસ્ટર રજી. -GJ-01-R.J-3850 કિં.રૂૂા.5,00,000/- મળીને કુલ મુદામાલ કી.રૂૂા. 10,70,000/-નો મુદામાલ કબજે કર્યો હતો.આ કેસમાં એસ.વી.રાજપુત, પોલીસ ઇન્સ., એ.સી.સિંધવ, પો.સબ ઇન્સ., એચ.એલ.જેબલીયા, પો.સબ ઇન્સ., પીઠરામભાઇ જેઠવા, એ.એસ.આઇ. , હિતેશભાઇ વાળા., પો.હેડ કોન્સ., નરેન્દ્રભાઇ પટાટ, પો.હેડ કોન્સ., સુનિલભાઇ સોલંકી,પો. હેડ કોન્સ., રોહિતભાઇ ઝાલા, પો.કોન્સ., મયુરભાઇ સોલંકી, પો.કોન્સ., રવિભાઇ ગોહિલ,પો.કોન્સ., કરણસિંહ ચૌહાણ, પો.કોન્સ., પિયુષભાઇ બારડ, પો.કોન્સ., અશોકભાઇ મોરી, પો.કોન્સ., પ્રવિણભાઇ બાંભણીયા પો.કોન્સ. અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *