અમરેલીમાં નાસતા ફરતા ટોપ-10 આરોપીઓની યાદી જાહેર

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી વધુ અસરકારક બનાવવા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચના હેઠળ…

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી વધુ અસરકારક બનાવવા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચના હેઠળ અમરેલી જિલ્લાના જઙ સંજય ખરાતે જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા નાસતા ફરતા ટોપ-10 આરોપીઓની યાદી જાહેર કરી છે. આ આરોપીઓ અંગે ચોક્કસ અને વિશ્વસનીય માહિતી આપનારને રૂૂ.10,000નું રોકડ ઈનામ આપવામાં આવશે. સાથે જ માહિતી આપનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની ખાતરી પણ પોલીસ દ્વારા આપવામાં આવી છે.

જાહેર કરાયેલી યાદીમાં અમરેલી તાલુકા, લાઠી, બાબરા, સાવરકુંડલા, રાજુલા, ધારી અને ખાંભા પોલીસ સ્ટેશનોમાં વર્ષો દરમિયાન નોંધાયેલા વિવિધ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આરોપીઓ સામે અપહરણ, છેતરપિંડી, વિશ્વાસઘાત, ચોરી, ધમકી, પોક્સો સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. યાદીમાં કેટલાક આરોપીઓ સામેના ગુનાઓ વર્ષ 1988, 1994, 1997, 1999, 2003, 2005, 2012, 2013 અને 2021 દરમિયાન નોંધાયેલા છે. અનેક વર્ષોથી ફરાર રહેલા આ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. આરોપીઓ વિવિધ જિલ્લાઓ અને શહેરોના રહેવાસી હોવાનું પણ યાદીમાં દર્શાવવામાં આવ્યું છે.

પોલીસે જાહેર કરેલા ટોપ-10 નાસતા ફરતા આરોપીઓ
મગન ચીમન ગોહિલ  અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન
છલીયા ભાવસિંહ પલાસ  લાઠી પોલીસ સ્ટેશન
રામદાસ ઉર્ફે કાળુ અમરદાસ ગોંડલીયા  બાબરા પોલીસ સ્ટેશન
બાબુભાઈ એસ. પટેલ  સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન
વૈભવ બીપીનભાઈ માટલીયા  સાવરકુંડલા પોલીસ સ્ટેશન
ગોબર નાથા પટેલ  રાજુલા પોલીસ સ્ટેશન
ત્રિકમલાલ કે. ચાવડા  રાજુલા પોલીસ સ્ટેશન
અશોકભાઈ મારવાડી  ધારી પોલીસ સ્ટેશન
ગણપતભાઈ નાનજીભાઈ પરમાર  ખાંભા પોલીસ સ્ટેશન
પ્રકાશ રતિલાલ બધાણી  રાજુલા પોલીસ સ્ટેશન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *