ઉપલેટાના વડેખણમાં પરિણીતા ઉપર દુષ્કર્મ, આરોપી સકંજામાં

ઉપલેટા તાલુકાના વડેખણ ગામેથી એક શરમજનક ઘટના સામે આવી છે. ગામની જ એક પરિણીતાને ડરાવી-ધમકાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ ભાયાવદર પોલીસ…

ઉપલેટા તાલુકાના વડેખણ ગામેથી એક શરમજનક ઘટના સામે આવી છે. ગામની જ એક પરિણીતાને ડરાવી-ધમકાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ ભાયાવદર પોલીસ મથકે નોંધાતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો મુજબ, વડેખણ ગામે રહેતી પરિણીતા સાથે આ જ ગામના રહેવાસી મિલન રમેશ બગડા નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી મિલને પરિણીતાને ધાક-ધમકી આપી બળજબરીપૂર્વક હવસનો શિકાર બનાવી હતી. બનાવ બાદ પીડિતાએ હિંમત દાખવીને સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કર્યા બાદ કાયદાકીય પથ અપનાવ્યો હતો. અંતે પીડિત મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશન પહોંચી આરોપી મિલન રમેશ બગડા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર પીડિતાના પરિવારના સભ્યોએ પીડિતાને સાંત્વના આપી કાયદાકીય માર્ગ અપનાવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ પીડિત પરિણીતાએ ભાયાવદર પોલીસ સ્ટેશન પહોંચી આરોપી મિલન રમેશ બગડા વિરુદ્ધ નામજોગ ગુનો નોંધાવ્યો હતો. ભાયાવદર પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ બનાવ અંગે પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ ત્વરિત કાર્યવાહી શરૂૂ કરી છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની જુદી જુદી ટુકડીઓ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પીડિત મહિલાનું મેડિકલ ચેકઅપ કરાવવા સહિતના કાયદાકીય પગલાં ભરી આગળની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ બનાવ અંગે ભાયાવદર પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે અને પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવવા સહિતના આગળના પગલાં ભરાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *