મેઘમાયાનગરમાં ધતિંગ કરતી ભૂઇમાનો પર્દાફાશ, અટકાયત

  રાજકોટના નાનામવા રોડ, મેઘમાયાનગરમાં છેલ્લા 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી, દોરા-ધાગા, જોવાના ધતિંગ કરતી ભુઈ ચકુમા ઉર્ફે નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો ભારત જન વિજ્ઞાન…

 

રાજકોટના નાનામવા રોડ, મેઘમાયાનગરમાં છેલ્લા 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી, દોરા-ધાગા, જોવાના ધતિંગ કરતી ભુઈ ચકુમા ઉર્ફે નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલવીયાનગર પોલીસ સ્ટેશનની મદદથી 1261 મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુઈએ લોકોની માફી માંગી કબુલાતનામું આપી કાયમી ધતિંગલીલા બંધની જાહેરાત કરી દીધી હતી. પોલીસે ભુઈ સામે અટકાયતી પગલા લીધા હતા.

બનાવની વિગત પ્રમાણે વિજ્ઞાન જાથાના કાર્યાલયે ઘણા સમયથી ભુઈ ચકુમાના ધતિંગ સંબંધી માહિતી આપવામાં આવી હતી. થોડા દિવસ પહેલા મેઘમાયાનગરના રહીશો રૂૂબરૂૂ આવી ભુઈના કરતુતો સંબંધી માહિતીમાં છેલ્લા 20 વર્ષથી ભુઈ ચકુમા ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી શારીરિક, માનસિક, આર્થિક છેતરપિંડીનું કામ કરે છે.

ભોજાણી પરિવારે ભુઈ તરીકે સ્થાપના કરી પરિવારના સદસ્યો માટે ધાર્મિક કામ માટે નક્કી કરવામાં આવ્યું. નાનામવા પરિવારનો મઢ આવેલો છે. પરિવારના સદસ્યો રોજગારીનું એકપણ કામ કરતા નથી. મોંઘી કાર, વ્યાજ વટાવ સાથે જમીન સંબંધી કામ કરે છે. દોરા-ધાગા, મંત્ર-તંત્ર, માતાજીનો ખૌફ બતાવી ડરાવી-ધમકાવી રૂૂપિયા પડાવે છે. અમાસ, ભારે દિવસો, કાળી ચૌદશે કાળા કપડા પહેરી લોકોને ડરાવે છે. લીંબુ-મરચા, લોટના પૂતળા, ઉતારની વિધિ કરી ગમે તેના આંગણે ફેંકી ડરાવે છે. ધનોતપનોત, ખરાબ વાણી બોલી વારંવાર ધમકાવાનો પ્રયાસ કરે છે.

ચાર ચોકમાં વિધિ-વિધાન કરાવી મોટી રકમ પડાવે છે. અંદરોઅંદર ઝઘડાઓ કરાવવા, ખોટા નામો આપી શંકા-કુશંકા કરાવી સંસાર તોડવાનું કામ કરે છે. ઉંચા વ્યાજે નાણાનો ધીરધાર કરી સોનાના દાગીના પડાવે છે. વ્યાજે આપેલા નાણામાંથી મકાન, મિલ્કતની ખરીદી કરે છે. ભૂઈનો પતિ સાયકલ ઉપર કેમીકલ્સનું વેંચાણ કરવા જાય છે. ઘર પાસે ઝથડાઓ રોજીંદા બની ગયા છે. ભુઈના ત્રાસ સંબંધી હકિકત આપવામાં આવી હતી.જાથાના જયંત પંડયાએ માતાજીના મઢે પહોંચતા પરિચય આપી દોરા-ધાગાના ધતિંગ કાયમી બંધ કરાવવા આવ્યા છીએ.

શરૂૂઆતમાં ભુઈ તાડુકીને અમે દોરા-ધાગા કરતા નથી, તેના પતિ દિનેશભાઈ સુર પુરાવતા જાથાએ ધતિંગલીલાની વિડીયો કલીપ બતાવી પરિવાર સ્તબ્ધ થઈ ગયા. દિકરો ઉંચેથી બોલવાનું શરૂૂ કરતાં પોલીસે કાયદાની ભાષામાં સમજાવતા શરણાગતી સ્વીકારી લીધી. ધતિંગ સંબંધી કબુલાત આપી દીધી. રૂૂપિયા લીધા હતા તે પરત આપી દીધા. મઢમાં ભુઈ પરિવારે કાયમી બંધની જાહેરાત કરતાં પોલીસ સ્ટેશને લઈ જવાનું નક્કી થયું.

તે દરમ્યાન પડોશમાં રહેતી મહિલાએ મોટેમોટેથી બોલી ભુઈના કારસ્તાન ખોલી નાખ્યા. વ્યાજ વટાવનો ધંધો, રવિવારે-મંગળવારે જોવે છે, વિધિની વસ્તુ આંગણામાં ફેંકે છે, હેરાન પરેશાનની હકિકત બધા વચ્ચે મુકી દીધી. લતાવાસીઓ ભેગા થઈ ગયા. એકપણ રહીશે ભુઈની તરફદારી કરી ન હતી. પોલીસ વાનમાં ભુઈને પોલીસ સ્ટેશને પહોંચાડી દીધા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *