શહેરના સહકાર નગર રોડ ઉપરથી જે માડી હોટલ પાસેથી ક્રિકેટ સટ્ટાની ઉઘરાણીનો હવાલો લઇ 22 લાખની ઉઘરાણી મામલે ચાર શખસોએ શાકભાજીના ધંધાર્થીનું પોલીસ તરીકેની ઓળખ આપી અપહરણ કરી સાઈબર ક્રાઈમ પોલીસ મથક પાસે લઈ જઈ પટ્ટા અને ઢીકાપાટુંનો માર માર્યો હતો અંતે મામલો ભક્તિનગર પોલીસમાં પહોચ્યો હતો અને અસલી પોલીસે સાઈબર ક્રાઈમ અને ભક્તિનગર પોલીસ મથકના ખોટા નામ ધારણ કરી યુવકને મારમાર્યો હતો.
બનાવ અંગેનો ઓડિયો-વિડીયો વાયરલ થયો હોય જે અંગે યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચારની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ કોઠારીયા રોડ પરની રામેશ્વર સોસાયટીમાં રહેતા અને શાકભાજીનું વેચાણ કરતા રવિ રમેશભાઈ ધાંગીયા ઉ.25 નામના યુવકનું સહકાર મેઈન રોડ પર આવેલ જે માડી ચા ની હોટેલ પરથી ભાર્ગવ ચોટલીયા, ધુવરાજ અને બે અજાણ્યા શખસોએ વાહનમાં અપહરણ કરી લઇ ગયા હતા અને પોલીસ હેડક્વાટર્સ થઇ સાઈબર ક્રાઈમ પોલીસ મથક પાસે લઈ જઈ પટ્ટા અને ઢીકાપાટુંનો મારમારી યુવકને જવા દીધો હતો અને રવિના ભાઈને સાઈબર ક્રાઈમ પોલીસ મથકના સ્ટાફ તરીકે ઓળખ આપી રવીને લઇ જવાની વાત કરી હતી.
આ ઘટનામાં ઈજાગ્રસ્ત રવીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સમગ્ર મામલો ભક્તિનગર પોલીસમાં પહોચ્યો હતો ભોગ બનનાર રવીના પિતા ભકિતનગર પોલીસ મથકે મદદ માટે જતા ફરજ પર રહેલા પીએસઆઈ વી.એલ.રાઠોડે જયારે સાઈબર ક્રાઈમ પોલીસ મથકના સ્ટાફ તરીકે ઓળખ આપનાર ધુવરાજસિંહને ફોન કરતા પોતે ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા રાજદીપસિંહનો ભાઈ હોવાની સાચી વાત કરતા આ મામલે ભક્તિનગર પોલીસે અંતે ગુનો નોંધ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ભાર્ગવ ચોટલીયાનું ઓનલાઈન જુગારનું આઈડી રવિ વાપરતો હતો. જેમાં ભાર્ગવને રવિ પાસેથી 22 લાખ લેવાના હોવાથી તેની ઉઘરાણી કરવા ધુવરાજસિંહને હવાલો આપવામાં આવ્યો હતો જેથી ધ્રુવરાજસિંહે પ્રથમ સાઈબર ક્રાઈમ પોલીસના સ્ટાફ તરીકેની ઓળખ આપી રવિના ભાઈ કિશનને ધમકાવ્યો હતો.બાદમાં અપહરણ કરી મારકુટ કરી હતી. ભકિતનગર પોલીસે આ ઘટનામાં રવીની ફરિયાદને આધારે ગુનો નોંધી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર ધ્રુવરાજસિંહ સહિતના ચારની ધરપકડ માટે શોધખોળ શરૂૂ કરી છે.
