વેરા વિભાગના કેસરિયા, સીલનો ડર બતાવી રૂા. 38.99 લાખ વસૂલ્યા

કોમર્સિયલની બે મિલકત સીલ, એક નળજોડાણ કપાયું મનપાના વેરાવિભાગ દ્વારા વર્ષ પુરુ થવા પર છે ત્યારે અંદાજે રૂા. 60 કરોડથી વધુ રિકવરી બાકી હોય ત્રણેય…

કોમર્સિયલની બે મિલકત સીલ, એક નળજોડાણ કપાયું

મનપાના વેરાવિભાગ દ્વારા વર્ષ પુરુ થવા પર છે ત્યારે અંદાજે રૂા. 60 કરોડથી વધુ રિકવરી બાકી હોય ત્રણેય ઝોનમાં સીલીંગ અને જપ્તી સહિતની કામગીરી વધુ કડક બનાવી છે. જાન્યુઆરી માસથી સતત ઝુંબેશ ચાલુ રાખી અનેક મિલ્કતો સીલ કરી જપ્તીની નોટીસ ફટકારી છે. છતાં લક્ષ્યાંક પૂર્ણ ન થતાં હવે કેસરિયા કરી વેરાવિભાગે આજે કોમર્શીયલની બે મિલ્કત સીલ કરી રહેણાકનું એક નળ જોડાણ કાપી મિલ્કત સીલ અને જપ્તીનો ડર બતાવી સ્થળ ઉપર રૂા. 38.99 લાખની વેરાવસુલાત કરી હતી.

વેરાવિભાગ દ્વારા આજે માર્કેટિગ યાર્ડ પાસે આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.56,600 માર્કેટિંગ યાર્ડ રોડ પર આવેલ 1-નળ કનેકશન કપાત સામે રીકવરી રૂૂ.56,300/- નો ચેક આપેલ લાખાજી રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ નાવાનાકા રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ સોનીબજારમાં આવેલ 5-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.01 લાખની કરી હતી.

આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.a

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *