રાજકોટ શહેરમા કોઠારીયા રોડ પર શ્રીજી ઇલેકટ્રીક દુકાન ચલાવતા શખ્સે પાંચ લોકો સાથે સોલાર પેનલ નખાવી આપી અને બાદમા સબસીડીનાં રૂપીયા ર.47 લાખ પડાવી લેતા પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે. આ શખ્સે આ પ્રકારે હજુ કેટલા લોકો સાથે છેતરપીંડી કરી છે તે અંગે પણ તપાસ ચાલી રહી હોવાનુ જાણવા મળી રહયુ છે.
રાજકોટના કોઠારિયા રોડ સાંઈબાબા સર્કલ પાસે શ્રીજી ઇલેક્ટ્રિક દુકાનના માલિકે આચરેલી ઢગાઇ સંદર્ભે દિનેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના ઘરે સોલાર પેનલ નાખવાની હોય જેથી તેમણે કોઠારિયા રોડ સાંઈબાબા સર્કલ પાસે શ્રીજી ઇલેક્ટ્રિક દુકાનવાળા મંથન દિનેશભાઈ સતાસિયાની દુકાને જઈ સોલાર પેનલ નાખવા બાબતે વાતચીત કરતા આ મંથનભાઈએ તેના ઘરે 3.24 કિલો/વોટ સોલાર પેનલ ફિટ કરી આપવાના રૂૂ.1.54 લાખ કિંમત થશે જેમાં રૂૂ.78 હજારની સબસિડી સરકાર શ્રીની પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત મળવા પાત્ર હોય જે પોતે જ મંજૂર કરી આપશે. તેમ વાત કરતા પોતે આ મંથનભાઈના એકાઉન્ટમાં રૂૂ.1.54 લાખ આપી દીધા હતા.
ત્યારબાદ તેણે આશરે ત્રણેક મહિના પછી બધું કામ પૂરું કરેલ અને સોલાર પેનલ સબસિડી રૂૂ.78 હજાર હજુ પણ ખાતામાં જમા ન થતા મંથનભાઈની દુકાને જઈ તપાસ કરતાં તેમની દુકાનને તાળાં માર્યા હતા. આ ઉપરાંત ફોન પણ બંધ આવતો હોઈ જેથી વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મંથને તેમના જ શેરીમાં રહેતા લીલાવતીબેન તથા આ બાબતે સોલાર પેનલ ફિટ કરવા આવેલ લાલજીભાઈ તથા વિશાલભાઈને પૂછતાં તેણે પણ જણાવ્યું કે, આ મંથને લાલજીભાઈના તથા વિશાલભાઈના મામા કાનજીભાઈ સિંધવ સહિત 5 વ્યક્તિના ઘરે સોલાર પેનલ ફીટ કરી સબસિડી પોતે ઓળવી ગયો હતો.
