બારડોલીમાં રહેતી મહિલા પતિના ત્રાસથી ઘરેથી નીકળી ગઈ હતી અને વીરપુર રેલવે સ્ટેશન પહોંચી હતી જ્યાં તે રડતી હોવાથી જાગૃત નાગરિક દ્વારા 181માં કોલ કરવામાં આવતાં અભયમ ટીમે મહિલાને વ્હારે આવી તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો અપાવ્યો હતો.
બારડોલીમાં રહેતી મહિલાએ તેના પરિવારથી વિરૂધ્ધ જઈ પ્રેમ લગ્ન કર્યા હતાં અને તેને સંતાનમાં 10 વર્ષનો પુત્ર હતો. પતિના ત્રાસથી કંટાળી મહિલા બારડોલીથી કોઈની કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી અને વીરપુર રેલવે સ્ટેશન પર પહોંચી હતી. જ્યાં તેણી દુ:ખી હાલતમાં રડતી હોય રેલવે સ્ટેશન માસ્ટર દ્વારા 181માં કોલ કરી મદદ માંગી જેતપુર અભયમ ટીમના કાઉન્સેલર ભુમીબેન, હેડ કોન્સ્ટેબલ રેખાબેન અને પાયલોટ પીયુષભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મહિલાને સાત્વના પાઠવી પુછપરછ કરતાં તેઓ પોતે પોતાના માં – બાપ વિરૂૂદ્ધ જઈ પ્રેમ લગ્ન કર્યા હતા, જ્યાં લગ્ન જીવન દરમિયાન તેમને દસ વરસ નો દીકરો છે, દીકરો થયા બાદ થોડા સમય સુધી લગ્નજીવન સુખમય ચાલ્યું અને ત્યારબાદ તેમના પતિ તેમના પર વ્હેમ શંકા કરવાનું ચાલુ કરી દીધેલ, અને શંકા ની આડ માં મહિલા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કરી દીધેલ. જો મહિલા કોઈ સાથે ફોન પર વાતચીત કરતા હોય અને ફોન થોડી વાર પણ વ્યસ્ત આવે તો તેમના પતિ સીધું મારઝૂડ કરવાનું ચાલુ કરી દે… આ રીતે રોજબરોજ ના માનસિક તથા શારીરિક ત્રાસ થી પોતે ખૂબ જ કંટાળી ગયેલા, અને વારંવાર પતિ ના એક જ શબ્દો કે અહી થી નીકળી જા, ઘર છોડી ને જતી રહે…
પોતાનો દીકરો પણ જો એમ કહે કે જ્યાં જવું હોય ત્યાં જાવ. છેલ્લે પોતે ખૂબ જ ત્રાસી ગયેલ હોય પોતાનું ઘર છોડવાનું નક્કી કરી દઈ, 181 ટીમ દ્વારા મહિલાની વાત સાંભળ્યા બાદ તેમના પતિ સાથે ટેલીફોનીક વાતચીત કરેલ અને મહિલા ના પતિ તેમને ઘરે લઈ જવા માગતા હતા અને હવે શાંતિ થી રાખશે તેમ પણ જણાવેલ પરંતુ બેન ને તેમના પતિ પર વિશ્વાસ ન હતો અને ફરી થી તેમની સાથે મારઝુડ કરશે જેથી પોતે કોઈ પણ સંસ્થા માં રહેવા માટે તૈયાર થયા હોય સખી વન સ્ટોપ સેન્ટર ની માહિતી આપી મહિલા પોતે ત્યાં રહેવા ઈચ્છતા હોય આશ્રય અપાવ્યો હતો.
