ખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ

ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને મધ્યપ્રદેશ રાજ્યના વિદિશા જિલ્લાનો મૂળ વતની એવો કરણ ભગવાનસિંહ ઉર્ફે નન્નુસિંહ રાજપુત નામનો શખ્સ ગત તા. 10…

ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને મધ્યપ્રદેશ રાજ્યના વિદિશા જિલ્લાનો મૂળ વતની એવો કરણ ભગવાનસિંહ ઉર્ફે નન્નુસિંહ રાજપુત નામનો શખ્સ ગત તા. 10 નવેમ્બર 2023 ના રોજ તેણીને બદદાનતથી લલચાવી-ફોસલાવીને તેણીના પરિવારજનોના વાલીપણામાંથી અપહરણ કરીને પોતાના વતન મધ્યપ્રદેશ રાજ્ય ખાતે લઈ ગયો હતો. માર્ગમાં સ્લીપર કોચ બસમાં આરોપી દ્વારા સગીરા સાથે શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ અંગેની ફરિયાદ સગીરાના પિતા દ્વારા તા. 12 નવેમ્બર 2023 ના રોજ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે જરૂૂરી આધાર પુરાવાઓ મેળવી અને અદાલત સમક્ષ આ ગુના સંદર્ભેનું ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.

આ કેસ ખંભાળિયાના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ કેસમાં ભોગ બનનાર, ફરિયાદી, મેડિકલ ઓફિસર વિગેરેની જુબાની તેમજ જરૂૂરી આધાર પુરાવાઓ સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપી કરણ ભગવાનસિંહ રાજપૂતને તકસીરવાન ઠેરવી, વીસ વર્ષની સખત કેદ તથા રૂૂપિયા 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ કેસમાં ભોગ બનનારને તેના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂૂ. 50,000 નું વળતર ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *