સોમનાથમાં દારૂ સહિત 55 ગુનામાં સંડોવાયેલી ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો

ગીર સોમનાથ પોલીસે પ્રોહિબિશનના અનેક ગુન્હા ઓ આચરનાર ટોળકી વિરૂૂદ્ધમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ ક્રાઇમ એક્ટ હેઠળ અસરકારક કાર્યવાહી હાથ ધરેલ છે. આ ટોળકી વિરૂૂધ્ધમાં…

ગીર સોમનાથ પોલીસે પ્રોહિબિશનના અનેક ગુન્હા ઓ આચરનાર ટોળકી વિરૂૂદ્ધમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ ક્રાઇમ એક્ટ હેઠળ અસરકારક કાર્યવાહી હાથ ધરેલ છે. આ ટોળકી વિરૂૂધ્ધમાં 55 ગુનાઓ દાખલ થયેલ છે.

જેમાં જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિસ્તારમાં સંગઠિત ગુના આચરતા ટોળકીને નિયંત્રણમાં લેવા માટે અસંખ્ય ગુન્હા આચરતા શખ્સોનો ગુન્હાહિત ઇતિહાસ મેળવી અને આવા ગુન્હાઓ કરવામાં તેને અન્ય કયા કયા આરોપીઓની મદદ મેળવી તથા કોની કોની સાથે તે સળંગ ગુન્હાઓ આચરે છે તેની માહિતી મેળવવા સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.વી.રાજપુત, એલ.સી.બી. ના પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ, એચ.એલ.જેબલીયા સહિતનાએ અતિ ગુપ્ત રાહે આવા ગુન્હાઓ આચરતી ટોળકી બાબતે ઇ-ગુજકોપ દ્વારા માહિતી મેળવવામાં આવેલ જેમાં ટોળકીના મુખ્ય ગેંગ લીડર (1) મુસ્તાક ઉર્ફે બાઠુ નુરમહમદભાઇ ચૌહાણ ઉ.વ.43, ધંધો.મચ્છીનો, રહે.વેરાવળ વાળા વિરૂૂધ્ધમા છેલ્લા 10 વર્ષમાં કુલ 8 ગુનાઓ નોંધાયેલ છે. (2) જીગ્નેશ ઉર્ફે જેક મહેશભાઇ ચોમલ ઉ.વ.37, ધંધો. મચ્છીનો, રહે.વેરાવળ, ભાલકા, વાળા વિરૂૂધ્ધમા છેલ્લા 10 વર્ષમાં કુલ 8 ગુનાઓ નોંધાયેલ છે. (3) જોકીકુમાર મહેશભાઇ પટેલ ઉવ.33 રહે.પટેલ ફળીયુ સ્વામિનારાયણ મંદિર પાસે કકવાડી દાતી તા.વલસાડ વાળા વિરૂૂધ્ધમા છેલ્લા 10 વર્ષમાં કુલ – 6 ગુનાઓ નોંધાયેલ છે. (4) રવિ પાલાભાઇ ચાવડા ઉ.વ.-24, ધંધો. ગાડી ધોવાનો, રહે.ડારી, વાળા વિરૂૂધ્ધમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 4 ગુનાઓ નોંધાયેલ છે. (5) પ્રતાપ જેન્તીલાલ થાવર ઉ.વ.40, રહે.વેરાવળ વાળા વિરૂૂધ્ધમા છેલ્લા 10 વર્ષમાં કુલ 6 ગુનાઓ નોંધાયેલ છે. (6) રમેશ બચુભાઇ, વાજા ઉ.વ.42 રહે.વેરાવળ વાળા વિરૂૂધ્ધમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 7 ગુનાઓ નોંધાયેલ છે. (7) જયેશ ઉર્ફે જયુ રામભાઇ મારુ ઉ.વ.33, રહે.વેરાવળ વાળા વિરૂૂધ્ધમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 6 ગુનાઓ નોંધાયેલ છે. (8) અમિત મનસુખભાઇ ઉડનકટ ઉ.વ.27 રહે.વેરાવળ વાળા વિરૂૂધ્ધમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 10 ગુનાઓ નોંધાયેલ છે. આમ, ઉપરોકત ટોળકી વિરૂૂધ્ધમાં કુલ-55 ગુનાઓ દાખલ થયેલ હોય અને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ ક્રાઇમ એક્ટ હેઠળ અસરકારક કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસે જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *