તા. 26-8-20 25 ના રોજ માર્કેટિંગ યાર્ડ કાલાવડની સાધારણ સભા ચેરમેન મૌલિકભાઈ નથવાણીના અધ્યક્ષ સ્થાને યોજેયેલ હતી. કમિટીના ઠરાવ્યા મુજબ કાલાવડ તાલુકાના કોઈપણ ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય તો તેઓના વારસદારોને માર્કેટિંગ યાર્ડ કાલાવડ તરફથી રૂૂ.1,00,000 ની વીમા સહાય આપવામાં આવે છે.
જે અન્વયે શીશાંગ ગામના ખેડૂત જયદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ના વારસદાર વત્સલાબા, પીપર ગામના ખેડૂત ધીરજલાલ હરદાસભાઇ રાંકના વારસદાર જ્યોત્સનાબેન તથા ભાયુ ખાખરીયા ના ખાતેદાર શીલાબા બળદેવસિંહ જાડેજા ના વારસદાર પ્રતિપાલસિંહ ને માર્કેટિંગ યાર્ડ કાલાવડ ના ચેરમેન મૌલિકભાઈ નથવાણી, વાઈસ ચેરમેન મુકુંદભાઈ સાવલિયા તથા કમિટીના સભ્ય વાદી રાજેશભાઈ, જાડેજા દેવેન્દ્રસિંહ, ઘાડિયા મહેશભાઈ,, જાડેજા બળદેવસિંહ, જાડેજા રઘુવીરસિંહ, વાદી મનસુખભાઈ, જાડેજા અશોકસિંહ, તાળા જસમતભાઈ, જાડેજા પૃથ્વીરાજસિંહ મારવિયા જયંતીલાલ, બગડા ઈ જીતેન્દ્રભાઈ, કપુરીયા શામજીભાઈ તથા પીપરવા લલીતભાઈ દ્વારા રૂૂપિયા 1-1 લાખના ચેક નું વિતરણ કરવામાં આવેલ હતું. તા. 01/04/ 20 25 થી તા. 31/03/2026 સુધીમા અકસ્માતમા મૃત્યુ પામનાર ખેડૂત ખાતેદારને ઠરાવની શરતો મુજબ રૂૂપિયા 2 લાખ નો અકસ્માત વીમો આપવાનું ઠરાવવામાં આવ્યું.
આ ઉપરાંત સાધારણ સભામાં ગત વર્ષના વાર્ષિક હિસાબો રજુ કરવામા આવેલા હતા માર્કેટિંગ કાલાવડના અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત માર્કેટ ફીની અને જણસોની રેકર્ડ બ્રેક આવક થયેલ હોઈ તમામ સભ્ય ઓએ ચેરમેન ને અભિનંદન પાઠવ્યા.
