SMCના ઇજનેર વતી 4 લાખનો તોડ કરતા પત્રકાર ઝડપાયો

સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીના કાર્યપાલક ઇજનેર વતી નિષ્પક્ષ ગુજરાત અખબારનો પત્રકાર 4 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. એ જ સમયે એસીબીએ…

સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીના કાર્યપાલક ઇજનેર વતી નિષ્પક્ષ ગુજરાત અખબારનો પત્રકાર 4 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. એ જ સમયે એસીબીએ રેઇડ કરતાં આ પત્રકાર ભાગી છુટ્યો હતો. પરંતુ ત્યારબાદ ઝડપી લીધો હતો એસીબીએ પત્રકાર અને કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. બાંધકામ નહી તોડવા બાબતે કાર્યપાલક ઇજનેર વતી આ પત્રકારે 15 લાખની લાંચ માગી હતી.

એસીબીએ આ મામલે વિપુલ શશીકાંતભાઇ ગણેશવાલા, કાર્યપાલક ઇજનેર, વર્ગ-1, લિંમ્બાયત ઝોન, સુરત મહાનગર પાલિકા સુરત તથા મહંમદઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ (પત્રકાર) નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબાર સુરત. સામે ગુનો નોંધ્યો છે. એસીબીએ નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારની ઓફિસ 104, શાંતિનગર આંજણા ઇન્ડસ્ટ્રીઝ રઘુકુળ માર્કેટ પાસે સલાબતપુરા સુરતમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું.

એસીબીએ જણાવ્યું કે ફરીયાદીના સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં.134-135 ના બાંધકામની સાઇડ ઉપર સુરત મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારી દ્વારા ગઇ તા:10/11/2025ના મનાઇ હુકમની નોટીસ આપી ગયેલ અને ગઇ તા:13/02/2026ના બાંધકામ વાળી જગ્યાએ નોટીસ ચોંટાડી ડિમોલેશનનુ કામ ચાલુ કરેલ અને ડિમોલેશન ચાર્જ પેટે રૂૂ.1,70,000/- વસુલી આરોપી કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાની સુચનાથી ડિમોલેશન બંધ કરાવ્યું હતું. ત્યારબાદ વિપુલ ગણેશવાલાનો ખાસ માણસ પત્રકાર મહંમદઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ ફરીયાદીને અવાર-નવાર રૂૂબરૂૂ મળીને ફરીયાદી પાસે બાંધકામ નહી તોડવાના અવેજ પેટે વિપુલ ગણેશવાલાને રૂૂ.21,00,000/- લાંચની રકમ વ્યવહાર પેટે આપવાની વાત કરેલ જેમાં રકઝક્ના અંતે વિપુલ સાથે ટેલિફોનીક ચર્ચા થયા મુજબ રૂૂ.15,00,000/- ની લાંચની માંગણી કરેલ જે પૈકી તા:19/02/2026 ના રોજ રૂૂ.4,00,000/- અને સોમવાર સુધીમાં બાકીના રૂૂ.11,00,000/- પુરા કરવાની વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *