મોંઘી બ્રાન્ડની બોટલમાં સસ્તો દારૂ વેચવાનું કૌભાંડ

શહેરમાં મોંધી બ્રાંડની બોટલમાં સસ્તો વિદેશી દારૂૂ વેચવાના કૌભાંડનો પીસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. પીસીબીની ટીમે બાતમીના આધારે ભગવતીપરા વિસ્તારમાં આવેલી વિનોબા ભાવે ટાઉન શીપના…

શહેરમાં મોંધી બ્રાંડની બોટલમાં સસ્તો વિદેશી દારૂૂ વેચવાના કૌભાંડનો પીસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. પીસીબીની ટીમે બાતમીના આધારે ભગવતીપરા વિસ્તારમાં આવેલી વિનોબા ભાવે ટાઉન શીપના પાર્કિંગમાં દરોડો પાડીને સસ્તા ઇંગ્લીશ દારૂૂમાંથી મોંઘી બ્રાન્ડ્સની બોટલો ભરી ઊંચા ભાવે વેચતા એક શાતિર બુટલેગરને રંગેહાથ ઝડપી લીધો હતો.

પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ શહેરમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ વાલજીભાઇ જાડાને ચોક્કસ સંયુક્ત બાતમી મળી હતી કે ભગવતીપરામાં વિનોબા ભાવે ટાઉનશીપના બ્લોક નં. બી/16 ના પાર્કિંગમાં એક શખ્સ સસ્તા દારૂૂમાંથી મોંઘી બોટલો ભરી વેચાણ કરી રહ્યો છે. આ માહિતીના આધારે ટીમે તાત્કાલિક દરોડો પાડીને આરોપી અનીષ આમદભાઇ હીંગોરા (ઉંમર વર્ષ 28, ધંધો ડ્રાઇવિંગ, રહે. બી/16 105, વિનોબા ભાવે ટાઉનશીપ, ભગવતીપરા, રાજકોટ) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પીસીબીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી અનીષ હીંગોરાએ કરેલા ખુલાસાઓથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી ભંગારના વેપારીઓ પાસેથી ધ સિંગલટોન, ધ બાલવેની, શિવાસ રીગલ અને ગ્લેનફિડિચ જેવી અત્યંત મોંઘી સ્કોચ તથા સિંગલ માલ્ટ વિસ્કીની ખાલી બોટલો એકઠી કરતો હતો. ત્યારબાદ તે રાજકોટના ચુનારાવાડ વિસ્તારમાંથી માત્ર રૂૂ. 700 ની કિંમતના સસ્તા ઇંગ્લીશ દારૂૂની બોટલો અથવા ચપલા ખરીદી લાવતો હતો.

બાદમાં પાર્કિંગ જગ્યાનો ઉપયોગ બોટલિંગ પ્લાન્ટ તરીકે કરતો હતો. પ્લાસ્ટિકની ગરણી વડે સસ્તો દારૂૂ મોંઘી બોટલોમાં ભરતો અને તેમાં થોડું પાણી મિક્સ કરતો હતો. ત્યારબાદ બોટલ પર કંપની જેવું જ પેકિંગ દેખાય તે માટે રેડીયમ સ્ટીકર, લાલ તથા લીલા રંગના ઢાંકણના સીલ લગાવી હીટ ગન વડે તેને ગરમ કરીને સીલબેન્ડ કરી દેતો હતો. આ રીતે રૂૂ. 700 માં તૈયાર થયેલી બોટલ તે ગ્રાહકોને રૂૂ. 10,000 થી 12,000 ની ઊંચી કિંમતે અસલી કહીને વેચી મારતો હતો. આરોપીએ છેલ્લા બે મહિનામાં આવી 30 થી વધુ ડુપ્લિકેટ બોટલો વેચી હોવાની કબૂલાત કરી છે. પીસીબીએ આરોપી વિરૂૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી સસ્તો દારૂૂ સપ્લાય કરનાર તેમજ ડુપ્લિકેટ દારૂૂ ખરીદનારા ગ્રાહકો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

પીસીબીએ અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂૂની બોટલ તેમજ ખાલી બોટલ ઉપરાંત પેકિંગ સામગ્રી સાથે પ્લાસ્ટિકની ગરણી (હીટ ગન, રેડીયમ સ્ટીકર, લાલ અને લીલા રંગના સીલ સહીતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાની સૂચનાને પગલે પી.સી.બી.ના પી. આઈ એમ.આર.ગોંડલીયા, પી એસઆઈ પી.બી.ત્રાજીયા, આર.કે. જાડેજા, મયુરભાઇ, સંતોષભાઇ, મહીપાલસિંહ, હરદેવસિંહ, ઘનશ્યામસિંહ, કિરીટસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ, વાલજીભાઇ જાડા સહીત સમગ્ર પીસીબી ટીમના ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *