રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની 180મી બોર્ડબેઠક આજરોજ મળેલ જેમાં ટીપી સ્કીમ પાળ નં. 34 અને નં. 37નો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો તેમજ આખરી નગરરચના યોજના નં. 43 વાજડી વડને કામચલાઉ મુલિયાકન પરામશ આપવા બહાલી આપવામાં આવેલ તેમજ રૂડાના નાણાકીય વર્ષ 2024-25ના વાર્ષિક હિસાબોને મંજુર કરવામાં આવ્યા હતાં. ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ બોર્ડ બેઠકમાં તૃતિય પુનરાવર્તીત વિકાસ યોજના અંતર્ગત એજન્સીની નિમણુંક કરવા તથા જીઆઈએસ સોફ્ટવેરની ખરીદી કરવા સહિતની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજ રોજ 180મી બોર્ડ બેઠક ચેરમેનશ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવામાં આવી. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41 (1) હેઠળ સત્તામંડળની નીચે મુજબની સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના બનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે મંજૂરી આપી. સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.34 (પાળ), સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.37 (પાળ), તૃતીય પુનરાવર્તીત વિકાસ યોજના બનાવવાના કામે ૠઈંજ સોફ્ટવેરની ખરીદી કરવા બહાલી આપવામાં આવી.
તૃતીય પુનરાવર્તીત વિકાસ યોજના-2047 રૂૂડાના અનુરૂૂપ કશદફબહય છીમફ, છયતશહશયક્ષભય છીમફ, જીતફિંશક્ષફબહય છીમફ, ઙજ્ઞિમીભશિંદય છીમફના રિપોર્ટ તૈયાર કરવા માટે એજન્સીની નિમણુક કરવા તેમજ તેને આનુષાંગિક કામગીરી સોંપવાનું સર્વાનુ મતે ઠરાવવામાં આવ્યું. આખરી નગર રચના યોજના નં.43 (વાજડી વડ)ને કામચલાઉ મૂલ્યાંકન પરામર્શ આપવા બહાલી આપવામાં આવી. ચેરમેનશ્રી તથા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તુષાર સુમેરા, રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટીશ્રી મહેશ જાની, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, રૂૂડાના સી.ઈ.એ.શ્રી જી.વી. મીયાણી, મુખ્ય નગર નિયોજકશ્રીના પ્રતિનિધિ તરીકે શ્રી આર.ડી. પરમાર તથા છખઈના સીટી એન્જી.શ્રી કે.કે. મહેતા હાજર રહેલ હતા.
